AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 ઓક્ટોબર ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ, ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં બે દેશો સામે રમશે

1998માં પહેલી વખત ભારતીય ટીમે એક દિવસમાં અલગ અલગ ઈન્ટરનેશનલ મેચ રમી હતી. હવે વર્ષો પછી ફરી આવો સંયોગ જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ ક્યારે આવો સંયોગ જોવા મળી શકે છે.

3 ઓક્ટોબર ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ,  ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં બે દેશો સામે રમશે
| Updated on: Sep 09, 2026 | 2:27 PM
Share

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 4 દિવસ પછી ટી20 સીરિઝ શરુ થવા જઈ રહી છે. આ એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા માટે પ્રેક્ટિસ મેચની જેમ હશે. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સપ્ટેમ્બરના અંતમાં વનડે સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. ચાહકો ઉત્સાહિત છે કારણ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીનું મેદાન પર કમબેક થશે. આ સીરિઝ દરમિયાન એક અદભૂત સંયોગ જોવા મળી શકે છે. ભારતીય ટીમ એક જ દિવસમાં 2 અલગ અલગ દેશમાં મેચ રમી શકે છે.

3 ઓક્ટોમ્બર ટીમ ઈન્ડિયા માટે ખાસ હોઇ શકે

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 3 ઓક્ટોબરના રોજ વનડે સીરિઝની ત્રીજી મેચ રમાશે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ન્યુ ચંદીગઢના મેદાન પર ઉતરશે. આ દિવસે ભારતની બીજી ટીમ મેચ રમતી જોવા મળી શકે છે. 3 ઓક્ટોબરના રોજ એશિયન ગેમ્સ 2026માં મેડલ મેચ રમાશે. ભારતીય ટી20 ટીમ ખુબ મજબુત છે અને તેના ફાઈનલમાં રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે. જાપાનના આઈચી-નાગોયામાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ દિવસે ભારતીય ટીમ 2 અલગ અલગ દેશમાં 2 મેચ રમશે.

ભારતીય વનડે ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલ કરશે. તો શ્રેયસ અય્યરની પાસે ટી20 ટીમની કમાન હશે. ભારતીય ટીમ એશિયન ગેમ્સ 2026ની પહેલા જ જાહેરાત કરી દીધી છે. કેટલાક ખેલાડીઓ છે.જે વનડે અને ટી20 બંને ટીમનો ભાગ છે. પરંતુ એશિયન ગેમ્સના સ્કવોડમાં નામ આવ્યા બાદ તે વનડે સીરિઝ રમશે નહી. બીસીસીઆઈ પોતાની સેકન્ડરી ટીમ એકદીવસીય સીરિઝમાં ઉતારી શકે છે.

28 વર્ષમાં પહેલી વખત આવું થશે

ભારતીય ટીમ જો એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં સ્થાન બનાવી લે છે. તો ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી તક હશે. જ્યારે એક દિવસમાં ટીમ ઈન્ડિયા 2 મેચ રમશે. 12 સપ્ટેમ્બર 1998ના ભારતીય ટીમે 2 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. બીસીસીઆઈએ અજય જાડેજાની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાને કોમનવેલ્થ ગેમ માટે મલેશિયા મોકલી હતી. અહી તેમણે કેનેડા સામે સામનો કર્યો હતો. 112 રનથી જીત મેળવી હતી.

12 સપ્ટેમ્બર 1998ના રોજ ભારતની મુખ્ય ટીમની ટકકર કેનેડામાં પાકિસ્તાન સાથે થઈ હતી. મોહમ્મદ અઝરુદ્દીનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતુ. હવે 28 વર્ પછી ફરી એક દિવસમાં ભારતને 2 ઈન્ટરનેશનલ મેચનો સંયોગ બની રહ્યો છે.

Breaking News: Asian Games 2026 અંગે BCCIએ લીધો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટરો અલગ હોટલ નહીં લે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">