AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2027નું ઓક્શન ક્યારે છે? આટલા વર્ષો પછી ભારતમાં લગાવવામાં આવશે ખેલાડીઓની બોલી

આઈપીએલ 2027ના ઓક્શન સિવાય આઈપીએલ 2028 માટે થનારા મેગા ઓક્શનને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે. 15 સપ્ટેમ્બરના રોજ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની મીટિંગમાં આના પર નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News : IPL 2027નું ઓક્શન ક્યારે છે? આટલા વર્ષો પછી ભારતમાં લગાવવામાં આવશે ખેલાડીઓની બોલી
Image Credit source: AI
| Updated on: Sep 16, 2026 | 2:07 PM
Share

આઈપીએલ 2027નું ઓક્શન ભારતમાં થશે. 15 સપ્ટેમબરના રોજ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની મીટિંગમાં આના પર નિર્ણય લેવામાં આવ્યો છે.છેલ્લા 3 વર્ષથી આઈપીએલ ઓક્શન સતત દેશની બહાર થઈ રહ્યું છે. પરંતુ આ વખતે બીસીસીઆઈએ તેને દેશની અંદર કરવાની વાત કરી હતી. આઈપીએલ 2027ના ઓક્શન સિવાય આઈપીએલ 2028 માટે થનારા મેગા ઓક્શનને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે.

ક્યારે છે આઈપીએલ 2027નું ઓક્શન?

આઈપીએલ 2027નું ઓક્શન આ વર્ષે ડિસેમ્બરમાં યોજાશે. પરંતુ હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી. ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આઈપીએલ 2028 માટે થનારા મેગા ઓક્શનને લઈ અપડેટ છે કે, આનું આયોજન વિદેશમાં થશે. જેની જાણકારી સુત્રોના હવાલેથી ક્રિકબઝે પોતાના રિપોર્ટમાં આપી છે.

આઈપીએલ ઓક્શનની ધર વાપસી

ભારતમાં છેલ્લી વખત આઈપીએલનું ઓક્શન 2023માં કોચ્ચિમાં થયું હતુ. ત્યારબાદ 3 વર્ષ ઓક્શન દેશની બહાર દુબઈ,જેદ્દા અને અબુધાબુમાં થયું હતુ પરંતુ 2027 સીઝન માટે ઓક્શન ફરી એક વખત ઘર વાપસી કરતું જોવા મળી રહ્યું છે.

ક્યા શહેરમાં થશે ઓક્શન?

IPL ઓક્શનને ભારતમાં લાવવાનો નિર્ણય બાદ બીસીસીઆઈને આશા છે કે, વ્યુઅરશિપમાં છેલ્લા વર્ષની તુલનામાં વધારો જોવા મળશે. ગવર્નિંગ કાઉન્સિલ હવે એ ભારતીય શહેરને પસંદ કરશે. જ્યાં આ ઓક્શન કરવામાં આવશે.

ઓક્શન વેન્યુ તમામ સુવિધાઓ અને ફ્રેન્ચાઈઝીના હિતોને ધ્યાનમાં રાખી ફાઈનલ કરાશે. ભારતમાં ઓક્ટોમ્બર થી ડિસેમ્બર મહિનામાં લગ્નની સીઝન હોય છે. ત્યારે એવા શહેરમાં ઓક્શન કરવામાં આવશે. જ્યાં ફાઈવ સ્ટાર હોટલ હોય.

ઈમ્પૈક્ટ પ્લેયર રુલ પર હજુ નિર્ણય નહી

15 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં IPL 2027ના ઓક્શન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ઇમ્પેક્ટ પ્લેયર નિયમ હજુ પણ બાકી છે. આગામી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
g clip-path="url(#clip0_868_265)">