AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 57 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કોલકાતા પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs KKR
| Updated on: May 13, 2026 | 8:55 PM
Share

IPL 2026માં આજે સિઝનના 57 મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે KKR આ મેચમાં પહેલા બેટિંગ કરશે. KKR આ સિઝનની અગિયારમી અને RCB બારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. આ પાછલી મેચ જેવી જ પિચ લાગી રહી છે. અમે છેલ્લી મેચ જે રીતે રમ્યા તે પછી દરેકને ઘણો આત્મવિશ્વાસ છે. દરેક ખેલાડી સારી લય અને ફોર્મમાં છે. દરેક મેચ મહત્વપૂર્ણ છે. અમે ટેબલ તરફ જોઈ રહ્યા નથી, પરંતુ અમે ફક્ત સારી ક્રિકેટ રમવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. શેફર્ડની વેંકટેશ અય્યર આજની મેચમાં રમશે.

અજિંક્ય રહાણે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. છેલ્લી ચાર મેચો અમારા માટે એક ટીમ તરીકે ખરેખર સારી રહી છે. બધાએ ખરેખર સારું પ્રદર્શન કર્યું. મને લાગ્યું કે અમે બોલિંગ યુનિટ તરીકે ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છીએ. હવે દરેક રમત ખરેખર મહત્વપૂર્ણ છે. આજની મેચમાં ટીમમાં એક ફેરફાર છે. વરુણ ચક્રવર્તી ઈજાના કારણે રમી રહ્યો નથી, તેની જગ્યાએ સૌરભ દુબે રમશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ સબ્સ: સૌરભ દુબે, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સીફર્ટ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

જેકબ બેથેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિક સલામ ડાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ.

ઈમ્પેક્ટ સબ્સ: દેવદત્ત પડિકલ, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ.

Breaking News: IPLમાં પહેલી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે ? જાણો ટોપ 5 માં કોણ છે સામેલ

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">