AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેએલ રાહુલના શાનદાર 92 રન છતાં દિલ્હીની હાર, IPLમાં બનાવ્યો અનોખો શરમજનક રેકોર્ડ

IPL 2026ની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને ગુજરાત ટાઇટન્સ સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો. ઓપનર કેએલ રાહુલે 92 રનની શાનદાર ઈનિંગ રમી છતાં ટીમને જીત અપાવી શક્યા નહીં. આ ઈનિંગ સાથે રાહુલે એક અનોખો શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.

Breaking News : કેએલ રાહુલના શાનદાર 92 રન છતાં દિલ્હીની હાર, IPLમાં બનાવ્યો અનોખો શરમજનક રેકોર્ડ
kl rahulImage Credit source: X
| Updated on: Apr 09, 2026 | 4:32 PM
Share

IPL 2026ની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. આ મેચ છેલ્લી બોલ સુધી રોમાંચથી ભરેલી રહી, પરંતુ અંતે દિલ્હી માત્ર એક રનથી હારી ગયું. આ હાર સાથે ટીમનો જીતનો સિલસિલો તૂટ્યો અને ટૂર્નામેન્ટમાં પ્રથમ પરાજય નોંધાયો.

કેએલ રાહુલે 92 રન બનાવ્યા

દિલ્હી તરફથી ઓપનિંગ કરતા કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 52 બોલમાં 92 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. કેએલ રાહુલની આ ઈનિંગ ટીમ માટે મજબૂત આધાર બની, પરંતુ અંતે તે જીતમાં ફેરવાઈ શકી નહીં.

અનોખો શરમજનક રેકોર્ડ

કેએલ રાહુલે 92 રન બનાવવા છતાં દિલ્હી આ મેચ હાર્યું અને કેએલ રાહુલ એક શરમજનક રેકોર્ડના લિસ્ટમાં ટોપ 5 માં સામેલ થયો. હકીકતમાં, રાહુલ હવે IPLમાં હારેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. તેની કુલ રન સંખ્યા 2,515 સુધી પહોંચી છે, જે તેમને આ યાદીમાં પાંચમા ક્રમે મૂકે છે.

હારેલી મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

IPLમાં હારેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર વિરાટ કોહલી છે, જેણે હારેલી મેચોમાં કુલ 3,731 રન બનાવ્યા છે. બીજા ક્રમે શિખર ધવન (2,780 રન), ત્રીજા સ્થાને ડેવિડ વોર્નર (2,768 રન) અને ચોથા સ્થાને રોહિત શર્મા (2,764 રન) છે.

અંતિમ બોલ પર એક રને હાર્યું દિલ્હી

મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 210 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જવાબમાં દિલ્હી કેપિટલ્સે જોરદાર લડત આપી. રાહુલ ઉપરાંત પથુન નિસાન્કા અને ડેવિડ મિલરે 41-41 રનની ઇનિંગ રમી, પરંતુ ટીમ 209 રન સુધી જ પહોંચી શકી. આ રીતે, એક રનનું અંતર દિલ્હીને ભારે પડી ગયું અને જીત હાથમાંથી નીકળી ગઈ.

Breaking News: ઈડન ગાર્ડન્સમાં સતત બીજી મેચ વરસાદના કારણે થશે રદ ? KKR vs LSG મેચ પહેલા જાણો કેવું રહેશે હવામાન

Follow Us
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
g clip-path="url(#clip0_868_265)">