AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2025માં ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, ટીમનો સ્ટાર ખેલાડી ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ જતા લાગ્યો પ્રતિબંધ

ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર રબાડાએ IPLના બીજા અઠવાડિયામાં અચાનક પોતાના દેશ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી, તે પાછો ફર્યો નથી, ત્યારબાદ સતત સવાલો ઉભા થઈ રહે હતા કે કેમ તે આફ્રિકા પાછો ફર્યો છે. હવે જવાબ મળી ગયો છે. ખરેખર રબાડા ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ જતા તેના પર પ્રતિબંધ લાગ્યો છે અને હવે તે IPL 2025માં પાછો ફરશે તેની શક્યતા નહિવત છે.

Breaking News : IPL 2025માં ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, ટીમનો સ્ટાર ખેલાડી ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ જતા લાગ્યો પ્રતિબંધ
Gujarat TitansImage Credit source: PTI
| Updated on: May 03, 2025 | 7:54 PM
Share

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ આખરે IPL છોડવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા રબાડાને ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ જતાં અચાનક IPL છોડીને પોતાના દેશ દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડ્યું હતું. રબાડાએ પોતાની ભૂલ સ્વીકારતા એક નિવેદન જારી કર્યું છે. ગુજરાત ટાઈટન્સે રબાડાને 10.75 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો અને તે આ સિઝનમાં ફક્ત 2 મેચ રમી શક્યો હતો. આ પછી, અચાનક 2 એપ્રિલના રોજ, રબાડા IPL અધવચ્ચે જ છોડીને દેશ પરત ફર્યો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તે અંગત કારણોસર પાછો ફર્યો છે.

રબાડા ડ્રગ્સ ટેસ્ટમાં નિષ્ફળ ગયો

2 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઈટન્સની જીતના એક દિવસ પછી, શનિવાર, 3 મેના રોજ, રબાડાએ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર્સ એસોસિએશન (SACA) ને સંબોધીને નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે તેનો ડ્રગ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે તેને અચાનક IPLમાંથી પાછા ફરવું પડ્યું હતું. રબાડાએ એમ પણ કહ્યું કે હાલમાં તમને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ESPN-Cricinfoના અહેવાલ મુજબ, રબાડાએ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાયેલી SA20 લીગ દરમિયાન આ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તે MI કેપ ટાઉન માટે રમી રહ્યો હતો.

રબાડાએ નિવેદન જાહેર કર્યું

રબાડાએ પોતાના નિવેદનમાં કહ્યું, “જેમ અહેવાલ છે, તાજેતરમાં જ હું IPL છોડીને વ્યક્તિગત કારણોસર દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો. આ બન્યું કારણ કે રિક્રિએશનલ ડ્રગ્સના ઉપયોગ અંગેનો મારો અહેવાલ સાચો ન હતો. હું તે બધાની માફી માંગુ છું જેમને મેં નિરાશ કર્યા છે. હું ક્રિકેટ રમવાના અધિકારને ક્યારેય હળવાશથી નહીં લઉં. આ અધિકાર મારા કરતા વધુ છે. તે મારી વ્યક્તિગત આકાંક્ષાઓથી પણ ઉપર છે.”

રબાડાએ ભૂલ સ્વીકારી

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલરે વધુમાં કહ્યું કે હાલમાં તે અસ્થાયી રૂપે સસ્પેન્ડ છે અને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે ઉત્સુક છે. રબાડાએ આ પરિસ્થિતિ દરમિયાન SACA, ગુજરાત ટાઈટન્સ, તેના એજન્ટ અને કાનૂની સલાહકારોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો અને કહ્યું કે તેના પરિવાર અને મિત્રો વિના તે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ શક્યો ન હોત. રબાડાએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આ ભૂલ તેની કારકિર્દી નક્કી નહીં કરે અને તે આગળ વધતા પહેલા કરતા વધુ મહેનત કરશે.

રિક્રિએશનલ ડ્રગ્સ શું છે?

જો આપણે રિક્રિએશનલ ડ્રગ્સ વિશે વાત કરીએ, તો આ કાર્યક્ષમતા વધારતી દવાઓથી અલગ છે, જેનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આવી દવાઓનો ઉપયોગ કરવા બદલ ખેલાડીઓ પર ઘણા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. રિક્રિએશનલ ડ્રગ્સનો ઉપયોગ કેઝ્યુઅલ આનંદ માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ સામાન્ય રીતે ગેરકાયદેસર પણ માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા, ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સને પણ આવી જ દવાઓનો ઉપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો રાજસ્થાનની રાજકુમારી ગુસ્સે થઈ ગઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">