AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM : ભારત-ઝિમ્બાબ્વે ટી20 સીરિઝમાં અનોખી મેચ ટાઈમિંગ, આટલા વાગ્યે શરુ થશે મેચ

IND vs ZIM T20 Series Match Timing: ભારતીય ક્રિકેટ ટીમ 23 જુલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3 મેચની ટી20 સીરિઝ રમશે. આ સીરિઝમાં ચાહકોને એક અનોખી મેચ ટાઈમિંગ જોવા મળશે.

IND vs ZIM : ભારત-ઝિમ્બાબ્વે ટી20 સીરિઝમાં અનોખી મેચ ટાઈમિંગ, આટલા વાગ્યે શરુ થશે મેચ
| Updated on: Jul 21, 2026 | 8:50 AM
Share

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટી20 સીરિઝમાં 0-4થી હાર મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે નિરાશાને પાછળ છોડી આગળ વધવા માંગશે. ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર પહોંચી ચૂકી છે. અહી બંને વચ્ચે 3 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ રમાશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પરની હાર ભુલી ભારતીય યુવા બ્રિગેડ આ સીરિઝને જીતી નવી શરુઆત કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.

23 જુલાઈથી શરુ થશે સીરિઝ

આ પ્રવાસ સાથે જોડાયેલી મોટી વાત એ છે કે, ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર આ સીરિઝનો ભાગ નથી. તેના સ્થળે દિગ્ગજ વીવીએસ લક્ષ્મણ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમની કમાન સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરના હાથમાં થશે. ભારતીય કેપ્ટન પોતાની પહેલી જીત મેળવશે. આ સીરિઝમાં મોટાભાગે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની બીજી ટી20 મેચમાં ડેબ્યુ કરનાર વૈભવ સૂર્યવંશીને 3 મેચમાં તક મળી હતી. પરંતુ તે પોતાનું બેટ સારી રીતે ચલાવી શક્યો ન હતો. હવે ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાને સાબિત કરી અને ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરવાનો એક મોકો છે.

સાંજે 7:30 વાગ્યે નહીં , મેચ આ સમયે શરૂ થશે

ભારતીય ચાહકો ટીમ ઈન્ડિયાની ટી20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે જોવાની આદત છે. પરંતુ આ સીરિઝમાં ચાહકોને એક અનોખી ટાઈમિંગ જોવા મળશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 4:30 કલાકથી શરુ થશે. તો આ સીરિઝના શેડ્યુલની વાત કરીએ તો પહેલી ટી20 મેચ 23 જુલાઈના રોજ રમાશે. ત્યારબાદ બીજી મેચ 25 જુલાઈ અને સીરિઝની ત્રીજી મેચ 26 જુલાઈના રોજ રમાશે. આ 3 મેચ હરારે સ્પોર્ટસ ક્લબના મેદાન પર રમાશે.

ઝિમ્બાબ્વે માટે ભારતીય ટી20 ટીમ

શ્રેયસ અય્યર, તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, પ્રભસિમરન સિંહ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્રોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">