Breaking News : ટી-20 સિરીઝ બચાવવા ભારતીય ટીમને મળ્યો 160 રનનો ટાર્ગેટ, ત્રીજી મેચમાં કુલદીપ યાદવે લીધી 3 વિકેટ
વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 159 રન બનાવ્યા. કરો યા મરોની મેચમાં ભારતીય ટીમને (Team India) જીત માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે.
Guyana : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 159 રન બનાવ્યા. કરો યા મરોની મેચમાં ભારતીય ટીમને (Team India) જીત માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે.
પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે કુલદીપ યાદવે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ટી20 ઈન્ટરનેશનલ કરિયરની 50 વિકેટ પૂરી કરી છે. જ્યારે અક્ષર પટેલ અને મુકશે કુમારે 1-1 વિકેટ મેળવી હતી. જ્યારે હાર્દિક પંડયા, અર્શદીપ સિંહ અને ચહલ વિકેટ વિહોણા રહ્યા હતા.
આ પણ વાંચો : Asian Champions Trophyની સેમિફાઈનલમાં થશે IND vs PAKનો જંગ, જાણો સ્થળ, સમય અને હેડ ટુ હેડ રેકોર્ડ
Forget Protein Shake. Nutritionists are now recommending Dal Makhni. Thanks to @nicholas_47#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/FXWz7Wihyf
— FanCode (@FanCode) August 8, 2023
વેસ્ટ ઈન્ડિઝ તરફથી Brandon Kingએ સૌથી વધારે 42 રન અને Rovman Powellએ 40 રન ફટકાર્યા હતા. જણાવી દઈએ કે પ્રથમ 2 મેચ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે ત્રીજી મેચ જીતવી જરુરી છે.
Axar Patel with the breakthrough, finally!#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/2pPMMHXzDT
— FanCode (@FanCode) August 8, 2023
ભારત માટે ટી20માં કોણે સૌથી વધારે વિકેટ લીધી ?
- ચહલ -95
- ભુવનેશ્વર કુમાર-90
- હાર્દિક પંડ્યા-73
- અશ્વિન-72
- બુમરાહ-70
- જાડેજા-51
- કુલદીપ-50
યશસ્વી જયસ્વાલે કર્યું ડેબ્યૂ
Yashasvi Jaiswal is all set to make his T20I debut for #TeamIndia 👏👏#WIvIND pic.twitter.com/DelBM9ycqL
— BCCI (@BCCI) August 8, 2023
યશસ્વી જયસ્વાલને મેચની શરૂઆત પહેલા ભારતીય T20 ટીમની કેપ આપવામાં આવી હતી. તે આજે ભારત માટે પ્રથમ T20 મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝના આ પ્રવાસ પર, યશસ્વીએ તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી અને પ્રથમ દાવમાં જ શાનદાર 171 રન બનાવ્યા. હવે ટી-20માં પણ તેની પાસેથી શાનદાર અપેક્ષા રહેશે.
💬 💬 “It’s my pleasure to give a cap to a Test player. Be yourself, be fearless.” ☺️ 👏
Some special words from Suryakumar Yadav as he handed over Yashasvi Jaiswal his T20I cap. 🧢
Follow the match ▶️ https://t.co/3rNZuAjmnf #TeamIndia | #WIvIND | @ybj_19 | @surya_14kumar pic.twitter.com/giYHFIkCH4
— BCCI (@BCCI) August 8, 2023
ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ: બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.
આ પણ વાંચો : 51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી