AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકારી મચાવી ધમાલ

ભારત અને શ્રીલંકા ક્રિકેટ 11 વચ્ચે ચાલી રહેલી વોર્મ-અપ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ સારી બેટિંગ કરી હતી. જેમાં દેવદત્ત પડિકલે દમદાર સદી ફટકારી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પણ પહેલા દિવસની રમતના અંત પહેલા છેલ્લી ઓવરમાં ભારતના 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરે ચાર છગ્ગા ફટકારીને ધમાલ મચાવી દીધી હતી.

IND vs SL: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકારી મચાવી ધમાલ
| Updated on: Aug 08, 2026 | 8:00 PM
Share

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ માટે ખરી કસોટી હજુ શરૂ થઈ નથી. ટીમ ઈન્ડિયા હાલમાં તેની તૈયારી કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે, શ્રીલંકા ક્રિકેટ 11 અને ટીમ ઈન્ડિયા વચ્ચે કોલંબોમાં ત્રણ દિવસીય વોર્મ-અપ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મેચના બીજા દિવસના અંતે શું થયું તેની કલ્પના ભાગ્યે જ કોઈ કરી શકે. ટીમ ઈન્ડિયાના 6 ફૂટ 5 ઈંચના યુવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે દિવસની અંતિમ ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને પોતાની બેટિંગ કુશળતા દર્શાવી.

5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી

8 ઓગસ્ટ, શનિવાર, ભારત અને શ્રીલંકા ક્રિકેટ 11 વચ્ચેની પ્રેક્ટિસ મેચનો બીજો દિવસ હતો. ભારતીય ટીમે આખો દિવસ બેટિંગ કરી, જેમાં દેવદત્ત પડિકલ ચમક્યો હતો. તેણે દમદાર સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ અડધી સદી ફટકારી હતી. જ્યારે કેટલાક અન્ય બેટ્સમેન નિષ્ફળ ગયા, ત્યારે 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારે દિવસનો અંત ધમાકેદાર ફટકાબાજી સાથે કર્યો.

છેલ્લી ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા

જ્યારે ટીમ ઈન્ડિયાની ઇનિંગની 90મી ઓવર શરૂ થઈ, ત્યારે દેવદત્ત પડિકલે એક સિંગલ લીધો. પછી બ્રાર સ્ટ્રાઇક પર આવ્યો. તેનો સામનો શ્રીલંકાના સ્થાનિક ક્રિકેટમાં અનુભવી સ્પિનર ​​દિલમ સુદિરા સાથે હતો. પરંતુ તેનાથી બ્રારને કોઈ ફરક ના પડ્યો. તેણે ઓવરના બીજા બોલે લોંગ-ઓન પર સિક્સર ફટકારી. પછી તેણે આગળનો બોલ સીધો બાઉન્ડ્રી પાર કર્યો અને છગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર કોઈ રન આવ્યો નહીં. જોકે, બ્રારે ઓવરના છેલ્લા બે બોલ પર સતત બે સિક્સર ફટકારી ફટકારીને દિવસનો અંત શાનદાર રીતે કર્યો.

કોચ ગૌતમ ગંભીર જોર-જોરથી હસ્યો

ગુર્નુર બ્રારે પહેલા દિવસે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. પરંતુ તેના બેટિંગ પ્રદર્શને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને ખુશ કરી દીધા. ખાસ કરીને હેડ કોચ ગૌતમ ગંભીર પોતાની હસી રોકી શક્યો નહીં. તેણે બ્રારની બેટિંગને તાળીઓથી વધાવી અને જોર-જોરથી હસ્યો. બ્રાર માત્ર 18 બોલમાં 36 રન બનાવી અણનમ રહ્યો, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. આનાથી ટીમ ઈન્ડિયા બીજા દિવસે આઠ વિકેટે 357 રન સુધી પહોંચી ગઈ.

77 લાખ રૂપિયા પગાર, ટુર્નામેન્ટમાં ફક્ત 6 મેચ રમી, હવે ઈજાને કારણે સ્ટાર ભારતીય ખેલાડી બહાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">