AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: મિસ યૂનિવર્સ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ ફિલ્મોમાં નહીં ગૂગલમાં કરી રહી છે કામ, બેંગલુરુ સ્થિત ઓફિસનો વીડિયો કર્યો શેર

મિસ યુનિવર્સ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ ઉમંગ કુમાવત આજકાલ તેની બેંગલોર સ્થિત ઓફિસમાં પરત ફરી છે. ગૂગલમાં તે ક્લાઉડ એન્જિનિયર તરીકે જોબ કરી રહી છે. મધ્યપ્રદેશની વતની ઉમંગા કુમાવતનો જીવનમંત્ર છે કે જિંદગીમાં તમે કંઈપણ પ્રાપ્ત કરી શકો છો, તેની કોઈ સીમા નથી બસ વિશ્વાસ રાખો કે તમે કંઈ પણ રી શકો છો અને બધુ જ એકસાથે પણ કરી શકો છો.

Viral Video: મિસ યૂનિવર્સ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ ફિલ્મોમાં નહીં ગૂગલમાં કરી રહી છે કામ, બેંગલુરુ સ્થિત ઓફિસનો વીડિયો કર્યો શેર
| Updated on: Sep 17, 2026 | 3:46 PM
Share

Viral Video: મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ના ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના કામણ પાથરનારી ઉમંગા ફિનાલે કોમ્પિટિશન પુરી થતાની સાથે જ તેની આમ જિંદગીમાં પરત ફરી છે. ઉમંગા કુમાવત આ પ્રતિસ્પર્ધામાં ટોપ-20 ફાઈનલિસ્ટમાં સામેલ હતી. પરંતુ રેંપની લાઈમલાઈટ અને ચકાચૌંધથી દૂર, ઉમંગા બેંગલુરુ માં ગૂગલની ઓફિસમાં ક્લાઉડ એન્જિનિયર તરીકે કામ કરી રહી છે.

ગ્લેમર બાદ ફરીથી લેપટોપ અને મિટીંગ્સ

14 સપ્ટેમ્બરે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅરસ્ માટે એક મિનિટનો વીડિયો શેર કર્યો. આ Day in My Life વીડિયો માં ઉમંગાએ જણાવ્યુ કે મિસ યુનિવર્સ ઈન્ડિયાના મંચથી ઉતર્યા બાદ તેની જિંદગી કેવી છે, તે હાલ શું કરી રહી છે. આ વીડિયોમાં બેંગલુરના ગૂગલ કેમ્પસમાં લેપટોપ અને મિટીંગ્સ વચ્ચે તે તેની દૈનિક કોર્પોરેટ લાઈફમાં પરત આવી ગઈ છે.

જિમ થી લઈને ડેસ્ક સુધીની સફર

ઉમંગ ના દિવસની શરૂઆત સવારે 9.30 થઈ જાય છે અને દરેક સામાન્ય નોકરિયાતની જેમ તેની સામે પણ સવારે ઉઠતાની સાથે જ ‘આજે શું પહેરવુ?’ એ મોટો સવાલ હોય છે. બ્લેક ટોપ અને લાલ ટ્રાઉઝરની સાથે તે તેની લેપટોપ બેદ અને ઈયરબર્ડ્સ લઈને ઓફિસ માટે નીકળી પડે છે. સવારે 10.30 આસપાસ તે કંપનીના જીમમાં ટ્રેડમિલ અને સ્ટ્રેચિંગ સાથે પસીનો વહાવતી જોવા મળે છે. ત્યારબાદ 12.30 સુધીમાં તે સંપૂર્ણપણે વર્ક મોડ માં આવી જાય છે. જ્યાં તેની ડેસ્ક પર લેપટોપ, નોટપેડ અને ડોક્યુમેન્ટ્સ રાખેલા હોય છે.

જુઓ વીડિયો:

લંચમાં બિરયાની છોડી, માત્ર સૂપ લીધુ

વીડિયો અનુસાર બપોરના 2.10 આસપાસ લંચનો સમય થાય છે. ગૂગલના શાનદાર કેફેટેરિયામાં બિરયાની અને ડેઝર્ટ જેવા અનેક ટેસ્ટી ઓપ્શન્સ ઉપલબ્ધ હોય છે. પરંતુ તે પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખી માત્ર નૂડલ્સ સૂપ અને લીલી શાકભાજી ખાય છે. બપોરે 3 વાગ્યે તે ફરી કામ પર લાગી જાય છે અને સાંજે 4.30 વાગ્યે કેમ્પસ ના એક મોટા ગ્લાસવાળ શાંત લોંજમાં બેસીને કામ કરતી જોવા મળે છે. સાંજ 5.30 વાગ્યે બ્રેક હોય છે, ત્યારબાદ તેની શિફ્ટ ખતમ થઈ જાય છે અને તે ઘર તરફ નીકળી પડે છે.

પેશન અને જોબનું પરફેક્ટ ઉદાહરણ

આ વર્ષે 23 ઓગસ્ટે જપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાની નેશનલ ફિનાલે યોજાઈ હતી. જેમા 52 ફાઈનલિસ્ટ વચ્ચે કેરલની કજિયાહ લિજ મેજિયા વિનર બની હતી. આ પ્રતિસ્પર્ધામાં ઉમંગ મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. ઉમંગની આ દિનચર્યા જણાવે છે કે તે તેના શોખ અને કોર્પોરેટ જોબ, બંને વચ્ચે પરફેક્ટલી સંવાદિતા સાધીને ચાલી રહી છે.

ગૂગલની શિફ્ટ ટાઈમિંગ પર સવાલ

સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. માત્ર 24 કલાકની અંદર આ વીડિયોને 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. કેટલાક લોકો ઉમંગ કુમાવતના વીડિયો પર બ્યૂટી વિથ બ્રેન લખી તેની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગૂગલની શિફ્ટ શું માત્ર 123.30 થી 5.30 સુધીની હોય છે.

ઘરે બેઠા માત્ર ₹75માં PVC આધાર કાર્ડ જોઈએ છે? જાણી લો ઓનલાઈન – ઓફલાઈન બંને પ્રોસેસ

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">