AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી થયો બહાર, 5 ઓવરમાં 76 રન આપનાર ખેલાડીને મળી તક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા પહેલી ત્રણ મેચ જીતી શ્રેણી પર કબજો કર્યો છે. શ્રેણી આગામી બે મેચ 30 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ રમાશે. આ બે મેચમાં જીત મેળવી ન્યુઝીલેન્ડ શ્રેણીમાં 5-0 થી વાઈવ વોશ થવાથી બચવા પ્રયાસ કરશે. જોકે ચોથી મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. તેમનો સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

Breaking News: સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી થયો બહાર, 5 ઓવરમાં 76 રન આપનાર ખેલાડીને મળી તક
IND vs NZImage Credit source: X
| Updated on: Oct 29, 2026 | 4:55 PM
Share

ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ શાનદાર રીતે શરૂ થયો છે. બે વખતની ડિફેન્ડિંગ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ મેચ જીતી T20 શ્રેણી પોતાને નામ કરી લીધી છે. હવે આ પાંચ મેચની શ્રેણીમાં ફક્ત બે મેચ બાકી છે. જોકે શ્રેણીમાં વાપસીની આશા રાખતી ન્યુઝીલેન્ડને ચોથી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેમનો સ્ટાર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અંતિમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મેથ્યુ ફિશરની પસંદગી કરવામાં આવી છે.

લોકી ફર્ગ્યુસન છેલ્લી બે T20માંથી બહાર

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ગુરુવાર, 29 ઓક્ટોબરના રોજ લોકી ફર્ગ્યુસનના છેલ્લી બે T20 મેચમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. બીજી T20 દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા લોકી ફર્ગ્યુસનને સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે વધુ સમય લાગશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે બીજી T20માં બોલિંગ કરતી વખતે ફર્ગ્યુસનને તેના જમણા પગમાં દુખાવો થયો હતો. સ્કેનથી જાણવા મળ્યું હતું કે તેની ઈજા વધુ ગંભીર નથી, પરંતુ તેને લગભગ એક અઠવાડિયાનો આરામ કરવો પડશે.

ફર્ગ્યુસન ક્યારે કમબેક કરશે?

લોકી ફર્ગ્યુસન શ્રેણીની પહેલી અને બીજી મેચમાં રમ્યો હતો, પરંતુ બંને મેચમાં તે ફ્લોપ રહ્યો હતો, તેને ઘણા રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બીજી મેચમાં તે ઇજાગ્રસ્ત થયો અને ત્રીજી મેચમાં તેને બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ 30 ઓક્ટોબરે ઓકલેન્ડમાં ચોથી T20 માટે તેની વાપસી થવાની અપેક્ષા હતી. પરંતુ હવે ફર્ગ્યુસન છેલી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ફર્ગ્યુસન હવે ODI શ્રેણીની અંતિમ બે મેચોમાં કમબેક કરશે. તેને ફક્ત આ બે મેચો માટે જ પસંદ કરવામાં આવ્યો હતો.

મેટ ફિશરને મળી તક

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ફર્ગ્યુસનના સ્થાને મેથ્યુ ફિશરની ટીમમાં પસંદગી કરી છે. ફિશર ન્યુઝીલેન્ડ A ટીમનો ભાગ હતો પરંતુ ત્રીજી T20 માટે તેને કવર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ફર્ગ્યુસનની ઈજાને કારણે તે ત્રીજી મેચ રમ્યો હતો, પરંતુ તેણે ફક્ત એક જ ઓવર બોલિંગ કરી હતી જેમાં તેણે 23 રન આપ્યા હતા. જોકે, તેણે વૈભવ સૂર્યવંશીની વિકેટ પણ લીધી હતી. કુલ મળીને, 26 વર્ષીય ફિશરે અત્યાર સુધી બે T20માં પાંચ ઓવર ફેંકી છે, જેમાં તેણે 76 રન આપ્યા છે અને ફક્ત એક વિકેટ લીધી છે.

IND vs NZ: વૈભવ સૂર્યવંશીને બહાર કરવો પડશે… ચોથી T20ના પ્લેઇંગ-11 વિશે અશ્વિને આવું કેમ કહ્યું?

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">