Breaking News: ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ વનડેમાં પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ આકિબ નબીનો સમાવેશ, હવે આખી શ્રેણીમાં રમશે આ ખેલાડી
આકિબ નબીને પહેલી ત્રણ વનડે માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આકિબ પહેલાથી જ ચોથી અને પાંચમી વનડે માટે ટીમનો ભાગ હતો. હવે તે આખી વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ થઈ ગયો છે.

આકિબ નબી પહેલા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ હવે તેને પાંચ મેચની વનડે શ્રેણીની પ્રથમ ત્રણ મેચ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ પ્રથમ ત્રણ વનડે માટે આકિબ નબીનો ટીમમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. તેને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ઈજાને કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
ન્યુઝીલેન્ડ A સામે નબીનું મજબૂત પ્રદર્શન
ન્યુઝીલેન્ડ A સામેની પ્રથમ રેડ-બોલ મેચમાં આકિબ નબીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બંને ઇનિંગ્સમાં કુલ છ વિકેટ લીધી, જે ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓમાં ખૂબ જ સારું પ્રદર્શન છે. પ્રથમ ત્રણ વનડે માટે ટીમમાં નબીનો સમાવેશ થવાથી હવે સમગ્ર શ્રેણી માટે તે ત્યાં હાજર રહેશે.
News
Auqib Nabi added to #TeamIndia squad for first three ODIs vs New Zealand
Details | #NZvIND
https://t.co/32rAdCiiDh
— BCCI (@BCCI) October 31, 2026
પ્રસિદ્ધ કૃષ્ણા શ્રેણીમાંથી બહાર
પ્રસિદ્ધ કૃષ્ણાને ન્યુઝીલેન્ડ સામેની પહેલી ત્રણ વનડે માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તેની ઈજા સંપૂર્ણપણે ઠીક ન થવાને કારણે તેન્યુઝીલેન્ડમાં રમાનારી વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે દરમિયાન આ ઈજા થઈ હતી.
UPDATE
Prasidh Krishna is scheduled to undergo match simulations at the CoE on November 1 and 2, putting his participation in the ODI series against New Zealand in serious doubt.
Prasidh has been out since September 30 with a hamstring injury. He underwent a match simulation on October 22, and despite satisfactory clinical progress, he has reported some apprehension. #NZvIND
— Cricbuzz (@cricbuzz) October 28, 2026
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ 3 વનડે માટે ટીમ ઈન્ડિયા:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનુર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકિબ નબી, નીતિશ રેડ્ડી (ફક્ત પ્રથમ વનડે).
