AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ICCએ MS ધોનીને આપ્યું સૌથી મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું

દર વર્ષે ICC દ્વારા કેટલાક દિગ્ગજ ક્રિકેટરોને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવે છે. આ પહેલા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડ સહિત ભારતના 10 ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે ભારતના વર્લ્ડ કપ વિકેટ કપ્તાન એમએસ ધોનીને પણ આ વિશે સન્માન મળ્યું છે.

Breaking News : ICCએ MS ધોનીને આપ્યું સૌથી મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું
ICC Hall of Fame MS DhoniImage Credit source: Getty Images
| Updated on: Jun 09, 2025 | 10:58 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક મોટું સન્માન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ધોનીને પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લંડનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન, ICCએ હોલ ઓફ ફેમમાં વિશ્વ ક્રિકેટના 7 દિગ્ગજોને સ્થાન આપ્યું. ધોનીનું નામ ભારતમાંથી પહેલા આવ્યું. આ રીતે, ધોની હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર ભારતનો 11મો ક્રિકેટર બન્યો.

લંડનમાં યોજાયો ICC હોલ ઓફ ફેમ કાર્યક્રમ

દર વર્ષે, ICC વિશ્વ ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સ્થાન આપે છે. ICCએ 2009માં ક્રિકેટના વારસાને જાળવી રાખવા, ક્રિકેટરોની આગામી પેઢીને પ્રેરણા આપવા અને આ રમતને નવી ઊંચાઈઓ પર લઈ જનારા દિગ્ગજોનું સન્માન કરવા માટે હોલ ઓફ ફેમની શરૂઆત કરી હતી. ત્યારથી, ICC દ્વારા દર વર્ષે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કાર્યક્રમ લંડનમાં WTC ફાઈનલ પહેલા યોજવામાં આવ્યો હતો, જેમાં 7 દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ધોનીને વિશેષ સન્માન

2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર અને 2007માં પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળનાર ધોનીને તેની શાનદાર કેપ્ટનશીપ, યાદગાર કારકિર્દી અને ક્રિકેટમાં યોગદાન માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. ભારત માટે 500થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ધોનીએ 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત, તેણે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાને નંબર વન રેન્ક પર પણ પહોંચાડી હતી.

હોલ ઓફ ફેમમાં ભારતનો 11મો ક્રિકેટર

છેલ્લા કેટલાક વર્ષોમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ સહિત ભારતના ઘણા મહાન ખેલાડીઓને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વખતે ધોનીને આ સન્માન મળ્યું. ધોની આ સન્માન મેળવનાર ભારતનો 11મો ખેલાડી બન્યો. તેના પહેલા કપિલ દેવ (2009), સુનીલ ગાવસ્કર (2009), બિશન સિંહ બેદી (2009), અનિલ કુંબલે (2015), રાહુલ દ્રવિડ (2018), સચિન તેંડુલકર (2019), વિનુ માંકડ (2021), ડાયના એડુલજી (2023), વીરેન્દ્ર સેહવાગ (2023) અને નીતુ ડેવિડ (2024) આ 10 ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ દિગ્ગજોને પણ સ્થાન મળ્યું

સોમવાર, 9 જૂનના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં, ધોની ઉપરાંત, વિવિધ દેશોના 6 અન્ય દિગ્ગજોને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલા, ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર સ્પિનર ​​ડેનિયલ વેટોરી, પાકિસ્તાન મહિલા ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ઈંગ્લેન્ડની મહિલા ટીમની પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન સારાહ ટેલરને આ વર્ષના મોટા સન્માન ICC હોલ ઓફ ફેમ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IND vs ENG : ‘હું ફક્ત પાણી આપી રહ્યો છું’… ઈંગ્લેન્ડમાં છલકાયું ઈશાન કિશનનું દુઃખ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
g clip-path="url(#clip0_868_265)">