AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ, કેસ નોંધાયો

મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફ પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, કૈફે લગ્નનું વચન આપી તેની સાથે યૌન શોષણ કર્યું છે.

Breaking News  : ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ, કેસ નોંધાયો
| Updated on: Sep 14, 2026 | 12:03 PM
Share

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ મોહમ્દ કૈફ પર કેસ નોંધાયો છે. શમીના ભાઈ મોહમ્મદ કૈફ પણ એક ક્રિકેટર છે અને બંગાળ થી રણજી ટ્રોફીમાં રમે છે. કૈફ પર એક મહિલાએ લગ્નનું વચન આપી બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, તેમને હોટલમાં બોલાવી તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટના 6 વર્ષ ચાલી હતી. આટલું જ નહી મહિલાએ શમીના ભાઈ પર દબાવ નાંખી નોકરી છોડાવવાનો પણ આરોપ લગાવ્યો છે. 13 સપ્ટેમ્બરની સાંજે લખનૌના આશિયાના પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ કૈફ વિરુદ્ધ બળાત્કાર અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પીડિતાએ ફરિયાદમાં શું કહ્યું?

આશિયાના પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ગજેન્દ્ર રાયના મુજબ પીડિતાએ જણાવ્યું કે, તે વર્ષ 2020માં NCRમાં રહેતી હતી. તેના પતિ સાથે છુટાછેડા થયા છે. હવે તે પોતાના બાળકો સાથે રહે છે. આ વચ્ચે તેની મુલાકાત ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફ સાથે થઈ હતી. બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ મળવા લાગ્યા હતા. આ વચ્ચે કૈફે લગ્નની વાત કરી. પરંતુ પીડિતાએ કૈફને તેની હાલની પરિસ્થિતિ વિશે જાણ કરી હોવા છતાં, તે તેની સાથે લગ્ન કરવા તૈયાર હતો.

લગ્નના નામે યૌન શોષણનો આરોપ

પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, 9 સપ્ટેમ્બર 2023ના રોજ તે કૈફના કહેવા પર કોલકાતા ગઈ હતી. અહી કૈફે તેને એક હોટલમાં રોકી અને લગ્નના નામ પર તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેનું યૌન શોષણ કર્યું હતુ. દબાવ નાંખવા પર કૈફે આઈપીએલ 2025 ઓક્શન પછી લગ્ન કરવાની વાત કહી હતી પરંતુ આઈપીએલ 2025 ઓક્શન પૂર્ણ થયું. તેમ છતાં લગ્ન કર્યા નહી. જ્યારે તેના પર દબાવ આવ્યો તો કૈફે તેના ભાઈ હસીબ અને પરિવારના લોકોને ધમકી આપી લગ્ન કરવાની ના પાડી હતી. પીડિતાના મુજબ કૈફના ભાઈ હસીબે તેમને કહ્યું કે તેનો ભાઈ તેની સાથે લગ્ન કરશે નહી.

નોકરી છોડાવી

પીડિતા હાલમાં પોતાના ઘરે રહે છે. તેની પાસે નોકરી પણ નથી. મહિલાનો આરોપ છે કે તેની પાસે જે એક એરલાઈનમાં કેબિન ક્રૂની નોકરી હતી. તે પણ કૈફે છોડાવી હતી. કારણ કે તેને નોકરી પસંદ ન હતી.

કેસ નોંધાયો, તપાસ શરુ

આશિયાનાના ઈન્સપેક્ટર ગજેન્દ્ર રાયના મુજબ કૈફની સાથે સાથે હસીબ પર પણ કેસ નોંધાયો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાા આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મોહમ્મદ શમી પૂર્વ પત્નીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ આપશે, આવો છે શમીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
g clip-path="url(#clip0_868_265)">