AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: એક કચોરી, દો સમોસા… રાંચી T20 પહેલા ઈશાન કિશનને મળ્યો ખાસ મેસેજ

વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે બીજી T20 મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ઈશાન કિશનને એક ખાસ મેસેજ મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

Video: એક કચોરી, દો સમોસા... રાંચી T20 પહેલા ઈશાન કિશનને મળ્યો ખાસ મેસેજ
Ishan KishanImage Credit source: X
| Updated on: Oct 09, 2026 | 6:05 PM
Share

લખનૌમાં પહેલી T20 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે રાંચીમાં બીજી T20 રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની લીડ 2-0 સુધી વધારવાનો પ્રયાસ કરશે. આ મેચ રાંચીમાં યોજાશે, એટલે ઈશાન કિશન પર બધાની નજર રહેશે, કારણ કે આ તેનું હોમ ગ્રાઉન્ડ છે, અને તેણે ત્યાં ઘણી મોટી ઇનિંગ્સ રમી છે.

મેચ પહેલા ઈશાન કિશન માટે ખાસ મેસેજ

ચાહકોને આશા છે કે રાંચીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ઈશાન કિશન સારું પ્રદર્શન કરશે અને મોટી ઇનિંગ રમશે. એક ચાહકે મેચના એક દિવસ પહેલા ઈશાન કિશનને એક ખાસ મેસેજ મોકલ્યો, જે ઈશાન કિશને પોતે વાંચ્યો પણ હતો. સ્ટાર સ્પોર્ટ્સે ઈશાન કિશનનો મેસેજ વાંચતો આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

“એક કચોરી, દો સમોસા”

એક ચાહકે ઈશાન કિશનને એક ખાસ સંદેશ મોકલ્યો, જેમાં લખ્યું હતું, “એક કચોરી, દો સમોસા, ઈશાન કિશન પર હે પૂરા ભરોસા”. મેસેજ વાંચ્યા પછી, ઈશાન કિશન હસ્યો અને આ ફેનની વાતથી સહમત પણ થયો હતો. ઈશાન કિશન પર વિશ્વાસ કરવો એ વાત વ્યાજબી છે, કારણ કે તે જોરદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યા પછી તે સતત રન બનાવી રહ્યો છે.

રાંચીમાં ઈશાન કિશન પર રહેશે નજર

રાંચીના મેદાનની વાત કરીએ તો, ઈશાન કિશને અહીં ઘણા રન બનાવ્યા છે. તેણે રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે ODIમાં 93 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા 7 વિકેટથી વિજયી બની હતી. જોકે, તેણે આ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે એક T20 મેચ પણ રમી હતી, જેમાં તેણે ફક્ત 4 રન બનાવ્યા હતા. હવે, કિશન આ મેદાન પર પોતાનો T20 રેકોર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.

પ્રેક્ટિસમાં કરી જોરદાર બેટિંગ

ઈશાન કિશન ગુરુવારે રાંચીમાં સખત પ્રેક્ટિસ કરી હતી, તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘણા લાંબા-લાંબા છગ્ગા ફટકાર્યા હતા. પહેલી T20માં ઈશાન કિશને અણનમ 37 રન બનાવ્યા હતા, પરંતુ તે સારી લયમાં નહોતો. આ જ કારણ છે કે તેણે રાંચી પહોંચ્યા પછી જોરદાર પ્રેક્ટિસ કરી હતી. હવે, રાંચીમાં ઈશાન કિશન કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે.

Breaking News: ભારત સામેની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે ખેલાડીઓ ઈજાના કારણે બહાર, ટીમમાં બદલાવ

Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
g clip-path="url(#clip0_868_265)">