Breaking News : જૂનાગઢના હીરાપુરમાં અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢ (Junagadh)ના સાસણ પાસે હરીપુર ગામ નજીક રાત્રે મહાકાય અજગર (Python ) દેખાયો હતો. હરીપુર રોડ પર મોડી રાત્રે અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો હતો.રોડની પહોળાઈથી લાંબો અજગર દેખાતા વાહનચાલકોએ વાહન થોભાવ્યા હતા. મહાકાય અજગર રસ્તા પર નજરે પડતાં આસપાસના ખેડૂતોમાં કુતૂહલ સર્જાય છે.
આમ તો તમે જૂનાગઢમાં રસ્તાઓ પર કે વાડી વિસ્તારમાં સિંહના આંટાફેરા કરતા હોવાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ આ વખતે સિંહ નહી પરંતુ મહાકાય અજગર રસ્તા પર દેખાયો હતો. જૂનાગઢ જિલ્લાના હીરાપુર વિસ્તારમાં રોડ પર આશરે 25 ફૂટ લાંબો અજગર દેખાયાની ઘટનાએ લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. રોડ પર આટલો વિશાળ અજગર જોવા મળતાં આસપાસથી પસાર થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. અજગરને જોવા માટે લોકો એકઠા થયા હતા અને કેટલાક લોકોએ આ દૃશ્ય પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. વિશાળ કદના અજગરને કારણે સ્થાનિક લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.
25 ફૂટ લાંબો અજગર દેખાયો
જૂનાગઢના સાસણ પાસે હરીપુર ગામ નજીક રાત્રે મહાકાય અજગર દેખાયો હતો.હરીપુર રોડ પર મોડી રાત્રે અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો હતો. રોડની પહોળાઈથી લાંબો અજગર દેખાતા વાહનચાલકોએ વાહન રોક્યા હતા. મહાકાય અજગર રસ્તા પર નજરે પડતાં આસપાસના ખેડૂતોમાં કુતૂહલ સર્જાયુ છે. ગીર જંગલમાંથી અજગર રોડ પર ચડી આવ્યો હોવાનું પણ લોકો કહી રહ્યા છે. હરીપુર ગામ ગીર બોર્ડરને પાસે આવેલું છે.
આવી સ્થિતિમાં વન્યજીવોથી સુરક્ષિત અંતર જાળવવું ખૂબ જરૂરી છે. અજગર સામાન્ય રીતે માણસોથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તેને ઉશ્કેરવામાં આવે તો જોખમ ઊભું થઈ શકે છે.આવી ઘટના બને તો લોકોએ અજગરને પકડવાનો, તેની નજીક જવાનો કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. જો રોડ પર અજગર દેખાય, તો તાત્કાલિક સ્થાનિક વન વિભાગ અથવા વન્યજીવ બચાવ ટીમને જાણ કરવી જોઈએ.
Breaking News : સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી 11 ફોન અને 8 સીમ મળી આવતા કાર્યવાહી, 8 કર્મચારીઓ સસ્પેન્ડ અહી ક્લિક કરો
