Breaking News : WTC Final પહેલા ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, કેપ્ટન રોહિત શર્મા થયો ઈજાગ્રસ્ત

WTC ફાઈનલના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. રોહિત શર્માની ઈજાને લઈ સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયો હતો.

Breaking News : WTC Final પહેલા ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, કેપ્ટન રોહિત શર્મા થયો ઈજાગ્રસ્ત
Rohit Sharma injuredImage Credit source: google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 4:41 PM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ લંડનથી આવા સમાચાર આવી રહ્યા છે, જે ભારતીય ચાહકોને પરેશાન કરી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા મેચના એક દિવસ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતને મંગળવારે ઓવલ મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તેણે નેટ્સ સેશન છોડવું પડ્યું હતું. અત્યારે એ સ્પષ્ટ નથી કે ઈજા કેટલી ગંભીર છે અને તે બુધવારે મેચમાં ભાગ લઈ શકશે કે નહીં.

ડાબા હાથના અંગૂઠામાં થઈ ઈજા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ઈજાના સમાચાર સામે આવી રહ્યા છે. રોહિત શર્માનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે પ્રેક્ટિસ દરમિયાન ડાબા હાથના અંગૂઠા પર પાટો બાંધતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેપ્ટન રોહિત શર્માને આજે નેટ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ છે.

bad news for Team India ahead of WTC Final Captain Rohit Sharma injured during practice photo viral

Rohit Sharma Injury

રોહિતની ઈજાએ વધાર્યું ટેન્શન

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂન બુધવારથી લંડનના ઓવલ ખાતે યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા પહેલાથી જ ઘણા મુખ્ય ખેલાડીઓ વિના ફાઇનલમાં પ્રવેશ કરી રહી છે. આવી સ્થિતિમાં રોહિતની ઈજા ટેન્શન વધારનારી છે. જો રોહિતની ઈજા ગંભીર હશે તો ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. હાલના સમયમાં BCCI તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ્સ દ્વારા પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચોઃ Asia Cup 2023: પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને બોર્ડે ફગાવી દેતા એશિયા કપ નહીં યોજાઈ- સૂત્ર

ફાઈનલમાં રોહિતનું રમવું ખૂબ જ જરૂરી

રોહિત શર્મા કેપ્ટનની સાથે ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંનો એક છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 12973 રન બનાવ્યા છે, જેમાં 38 સદી સામેલ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં રોહિત શર્માનું રમવું ખૂબ જ જરૂરી છે. રોહિત શર્માએ અત્યાર સુધી 22 ટેસ્ટ મેચમાં 7 સદીની મદદથી 1794 રન બનાવ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">