Breaking News: એશિયા કપની તારીખો થઈ નક્કી, ટૂર્નામેન્ટ પાકિસ્તાન-શ્રીલંકામાં રમાશે

એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ બે દેશો પાકિસ્તાન-શ્રીલંકામાં રમાશે અને કુલ 13 મેચો યોજાશે. 31મી ઓગસ્ટથી આ ટૂર્નામેન્ટ શરૂ થશે. પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે જ્યારે શ્રીલંકામાં 9 મેચ યોજાશે.

Breaking News: એશિયા કપની તારીખો થઈ નક્કી, ટૂર્નામેન્ટ પાકિસ્તાન-શ્રીલંકામાં રમાશે
Asia Cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 8:42 PM

એશિયા કપને લઈને ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. એશિયા કપ રમાશે અને તેનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટ બે દેશોમાં યોજવાનું નક્કી કર્યું છે. આ વખતે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટ 31 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે અને આ અંતર્ગત પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે. શ્રીલંકામાં 9 મેચ રમાશે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલે માહિતી આપી હતી કે આ વખતે ટુર્નામેન્ટ બે ગ્રૂપમાં રમાશે. બંને ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર-4 સ્ટેજમાં પહોંચશે. સુપર-4 રાઉન્ડની ટોચની 2 ટીમો ફાઇનલમાં રમશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાશે

તમને જણાવી દઈએ કે આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે. એશિયા કપ એ એશિયાની તમામ ટીમો માટે વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા ઉપરાંત બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો પણ રમશે.

પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે

પાકિસ્તાન પહેલા એશિયા કપનું યજમાન હતું પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પીસીબીએ પણ જિદ્દી વલણ અપનાવ્યું અને ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં જ આયોજિત કરવાનો આગ્રહ કર્યો. પરંતુ અંતે બીસીસીઆઈ અને અન્ય ક્રિકેટ બોર્ડના દબાણ બાદ પીસીબીએ ઝુકવું પડ્યું હતું. હવે કહેવું છે કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન છે, પરંતુ શ્રીલંકામાં બમણી મેચો યોજાશે, જે તેના માટે આંચકાથી ઓછું નથી. એશિયા કપની ફાઈનલ પણ શ્રીલંકામાં જ યોજાશે.

આ પણ વાંચોઃ Indian Cricket Team Changes: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવું છે તો માત્ર ખેલાડીઓ જ નહીં, આ મોટા ફેરફારો પણ કરવા પડશે

એશિયા કપ ભારત માટે મહત્વપૂર્ણ છે

તમને જણાવી દઈએ કે એશિયા કપ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વખતે વર્લ્ડકપ ભારતમાં જ થવાનો છે અને એશિયા કપથી જ ખબર પડી જશે કે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ કેવી છે. ગયા વર્ષે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તે ફાઇનલમાં પહોંચી શકી નહોતી. ખિતાબી મુકાબલો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે થયો હતો. શ્રીલંકાએ એશિયા કપ 23 રને જીત્યો હતો. જોકે ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">