Asia Cup 2023: એશિયા કપ નહીં રમાય તો પાકિસ્તાનને થશે મોટું નુકસાન
પાકિસ્તાનને એશિયા કપ-2023 ની યજમાની સોંપવામાં આવી હતી પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં જવાની ના પાડી દીધી છે અને હવે અન્ય ત્રણ દેશોએ પણ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજવાની વાત કરી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મંગળવારે મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપ-2023ના યજમાન પાકિસ્તાનના હાઇબ્રિડ મોડલને શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે, આવી સ્થિતિમાં પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે કારણ કે તેણે કહ્યું હતું કે જો એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય તો તે રમશે નહીં. જો આવું થાય છે અને પાકિસ્તાન આ એશિયા કપમાં નહીં રમે તો તેને મોટું નુકસાન થઈ શકે છે.
કરોડો કમાવવાની તક ગુમાવશે
પાકિસ્તાનને પ્રથમ નુકસાન આર્થિક રીતે થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપની યજમાની કરીને કરોડો રૂપિયાની કમાણી કરી શકે તેમ હતું, પરંતુ યજમાન ન હોવાને કારણે PCB કરોડો કમાવવાની તક ગુમાવશે. સાથે જ બ્રોડકાસ્ટિંગ અને સ્પોન્સરશીપમાં પણ તેમણે નુકસાન થશે.

PCB chief and captain
વર્લ્ડ કપની તૈયારીને લઈ ફટકો
આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ છે. તે પહેલા આ એશિયા કપ રમાવાનો હતો. આવી સ્થિતિમાં આ ટૂર્નામેન્ટમાં રમીને પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપની તૈયારી કરી શકે છે. આ વર્લ્ડ કપમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ રમશે અને એશિયા કપમાં આ બધાની સામે રમી પાકિસ્તાન વર્લ્ડ કપ પહેલા અલગ-અલગ ટીમો સામે તેની તાકાત અને નબળાઈઓ જાણી શકશે. પરંતુ હવે જો આ ટુર્નામેન્ટ રદ્દ થશે તો પાકિસ્તાનને વર્લ્ડ કપની તૈયારીનો આ મોટો નહીં મળે.
આ પણ વાંચોઃ Asia Cup 2023: પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને બોર્ડે ફગાવી દેતા એશિયા કપ નહીં યોજાઈ- સૂત્ર
ICC કરી શકે છે કાર્યવાહી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન દ્વારા આયોજિત એશિયા કપમાં નહીં રમે તો તે ODI વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાન પોતાની ટીમને ભારત નહીં મોકલે. જો PCB આવું કરે છે તો તે પાકિસ્તાન માટે પણ નુકસાન જ છે અને ICC પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે. સાથે જ અન્ય દેશો સાથેની ટુર્નામેન્ટ પર પણ અસર થઈ શકે છે.

Pakistan team
પાકિસ્તાનમાં રાજકીય સંકટ
પાકિસ્તાનમાં ઘણી મુશ્કેલી ચાલી રહી છે અને આ બધા વચ્ચે પાકિસ્તાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી પ્રસ્થાપિત થઈ છે. પાકિસ્તાને વર્ષ 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પણ યજમાની કરવાની છે. જો તે સમયે પણ આવી જ સ્થિતિ ચાલુ રહેશે, તો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીને લઈ પણ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ પાકિસ્તાન નહીં જવાનો સ્ટેન્ડ લઈ શકે છે, આ સ્થિતિમાં પાકિસ્તાન શું કરશે તે તેમણે વિચારવું પડશે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો