AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,6,6… એમ કરીને કુલ 45 છગ્ગા! અભિષેક શર્માની ફટકાબાજીથી બોલરો ધ્રૂજી ઉઠયા, શું ભારતીય ઓપનર T20 વર્લ્ડ કપમાં પણ આ ફોર્મ સાથે જ મેદાનમાં ઉતરશે?

અભિષેક શર્મા હાલમાં બોલરોને ફટકારવાના મૂડમાં છે. અભિષેક શર્માએ મેદાનમાં 45 છગ્ગા ફટકારીને મેદાનમાં ધૂમ મચાવી દીધી હતી. અભિષેકની આ વિસ્ફોટક બેટિંગથી બોલરો બેહાલ થયા હતા.

6,6,6... એમ કરીને કુલ 45 છગ્ગા! અભિષેક શર્માની ફટકાબાજીથી બોલરો ધ્રૂજી ઉઠયા, શું ભારતીય ઓપનર T20 વર્લ્ડ કપમાં પણ આ ફોર્મ સાથે જ મેદાનમાં ઉતરશે?
Image Credit source: PTI
| Updated on: Dec 28, 2025 | 9:09 PM
Share

અભિષેક શર્મા હાલમાં બોલરોને ફટકારવાના મૂડમાં છે. વિજય હજારે ટ્રોફીમાં અભિષેક શર્માએ આગામી મેચ પહેલા નેટ્સમાં એક કે બે નહીં પરંતુ 45 છગ્ગા ફટકાર્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર, જયપુરના અનંતમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન અભિષેકે સ્પિન બોલરોને આડે હાથ લીધા હતા. અભિષેક શર્માએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી અને સતત 45 છગ્ગા ફટકાર્યા.

સ્પિન બોલરોનો સામનો કર્યો

અભિષેકે લગભગ એક કલાક સુધી પ્રેક્ટિસ કરી અને તે સમય દરમિયાન ફ્કતને ફક્ત સ્પિન બોલરોનો સામનો કર્યો. અભિષેકે ઓફ-સ્પિન, લેગ-સ્પિન અને ડાબા હાથના ઓર્થોડોક્સ સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ કરી હતી.

જણાવી દઈએ કે, અભિષેક જે પિચ પર રમી રહ્યો હતો, તે પિચ ખૂબ જ અલગ હતી. પિચની વાત કરીએ તો, ત્યાં બોલ કંઈક વધારે જ ટર્ન કરી રહ્યો હતો અને ઉછાળો પણ વધારે જોવા મળ્યો હતો.

ફૂટવર્કથી જ બોલર્સને જવાબ આપ્યો

આમ તો, અભિષેક શર્માને શોર્ટ-લેન્થ બોલિંગ સામે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ તેણે પોતાના ફૂટવર્કથી જ બોલર્સને જવાબ આપ્યો હતો. અહેવાલ મુજબ, અભિષેકે સમગ્ર પ્રેક્ટિસ સત્ર દરમિયાન કુલ 45 છગ્ગા ફટકાર્યા હતા.

આ પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ સંદીપ શર્માએ મજાક-મજાકમાં કહ્યું કે, “તું એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારીને તારી સદી પૂર્ણ કરવા માંગે છે.” ખોટા શોટને અટકાવવા માટે શોર્ટ એક્સ્ટ્રા કવર પર લાલ નેટ મૂકવામાં આવી હતી. જો કે, આમાં અભિષેક શરૂઆતમાં ફસાઈ ગયો હતો પરંતુ પછીથી તે એડજસ્ટ થયો અને સીધા છગ્ગા મારવાનું શરૂ કર્યું.

અભિષેક શર્મા 45 મિનિટ મોડો પહોંચ્યો

અભિષેક શર્મા બીજા ખેલાડીઓ કરતાં 45 મિનિટ મોડો પ્રેક્ટિસ માટે પહોંચ્યો હતો. અભિષેક મેદાનની વચ્ચે આવેલી પાંચ પિચોમાંથી એકની નજીક પ્રેક્ટિસ કરવા માંગતો હતો પરંતુ BCCIના નિયમોને કારણે તે આવું કરી શક્યો નહીં.

અભિષેક પહેલા ફાસ્ટ બોલિંગ સામે પ્રેક્ટિસ કરવા માંગતો હતો પરંતુ એક યુવાન બોલર પાંચમા સ્ટમ્પની લાઇન પર બોલિંગ કરતો રહ્યો. અભિષેકે તેને સલાહ આપી, “ભાઈ, તમારે સ્ટમ્પની થોડી નજીક બોલિંગ કરવી જોઈએ.”

અભિષેક શર્માએ લગભગ એક કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી. આ સમય દરમિયાન તેણે છગ્ગાનો વરસાદ કર્યો પરંતુ સામે તે 3-4 વખત આઉટ પણ થયો.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
IMA અધિવેશનમાં અમિત શાહની તબીબોને ટકોર, ન ઘટાડશો જેનરિક દવાનું મહત્વ
IMA અધિવેશનમાં અમિત શાહની તબીબોને ટકોર, ન ઘટાડશો જેનરિક દવાનું મહત્વ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">