Breaking News : બાંગ્લાદેશે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું ! સ્પોર્ટ્સ એડવાઇઝરે ICC પર લગાવ્યો ‘મોટો આરોપ’
બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 અંગે મતભેદ ચાલી રહ્યા છે. એવામાં હવે બાંગ્લાદેશે ICC પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે.

બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 અંગે મતભેદ ચાલી રહ્યા છે. બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કરી દીધો છે. આઈસીસી આ મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહ્યું છે, જેથી ટુર્નામેન્ટ સમયસર યોજાઈ શકે.
બાંગ્લાદેશનો સ્પોર્ટ્સ એડવાઇઝર કોણ છે?
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ આઈસીસીને પત્ર લખીને વેન્યૂ બદલવાની વિનંતી કરી છે. જો કે, આઈસીસી તરફથી કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન, બાંગ્લાદેશ સરકારના સ્પોર્ટ્સ એડવાઇઝર આસિફ નઝરુલે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.
બાંગ્લાદેશ સરકારના સ્પોર્ટ્સ એડવાઇઝરે જણાવ્યું છે કે, તેઓ ભારત સિવાય ગમે ત્યાં T20 વર્લ્ડ કપ મેચનું આયોજન કરવા તૈયાર છે. 12 જાન્યુઆરીએ બાંગ્લાદેશ ફૂટબોલ ફેડરેશન ખાતે મીડિયા સાથે વાત કરતા નઝરુલે કહ્યું કે, તેણે પહેલેથી જ કહ્યું હતું કે, “ભારત” નો અર્થ ભારત છે. “અમે ભારત વિશે વાત કરી રહ્યા છીએ; અમે કોલકાતા કહ્યું નથી.”
બાંગ્લાદેશનું સ્ટેન્ડ ક્યાં છે?
અમારું સ્ટેન્ડ એ છે કે, “જો તમે મેચને કોલકાતા બદલીને કોઈ બીજી જગ્યા પર રાખો છો, તો શ્રીલંકા રાખી શકાય છે, તેમાં કોઈ સમસ્યા નથી.” નઝરુલે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન અમને ટૂર્નામેન્ટ હોસ્ટ કરવાની ઓફર આપી રહ્યું છે, આ વાત મને ખબર નથી કે સાચી છે કે ખોટી. મેચ પાકિસ્તાનમાં કરાવો, કોઈ સમસ્યા નથી. મેચ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં કરાવો, તેમાં પણ કોઈ સમસ્યા નથી.
ICCની સિક્યુરિટી અસેસમેન્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો તેઓ મુસ્તફિઝુર રહમાનને પોતાની ટીમમાં પસંદ કરે છે, તો મુશ્કેલીઓ આવી શકે છે. અમે બે લેટર મોકલ્યા છે અને લેટર મોકલ્યા બાદ ICC તરફથી જવાબની રાહ જોઈ રહ્યા છીએ.
નઝરુલે શું આરોપ લગાવ્યો?
નઝરુલે આરોપ લગાવ્યો કે, ક્રિકેટ રમવા પર કોઈનો એકાધિકાર ન હોવો જોઈએ. કોઈપણ રમત કે ટુર્નામેન્ટનું ભવિષ્ય માર્કેટ મેનેજમેન્ટના આધારે નક્કી કરી શકાતું નથી. જો ICC ખરેખર એક ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન બનવા માંગે છે અને ICC ભારતના ઇશારા પર નથી ચાલતું, તો અમને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં રમવાની તક આપવી જોઈએ.
અમે આ મુદ્દા પર કોઈ સમાધાન કરીશું નહીં અને જ્યારે અમારી ટીમના કોઈ ખેલાડીને રમવા માટે વાતાવરણ અનુકૂળ ન લાગતું હોય. એવામાં જો ભારતીય ક્રિકેટ બોર્ડ આક્રમક સાંપ્રદાયિક શક્તિઓ સામે ઝૂકી જાય અને કહે કે, મુસ્તફિઝુરને અહીં રમવાની મંજૂરી ન આપવી જોઈએ, તો પછી ICC ને આનાથી વધુ કયા પુરાવાની જરૂર છે, તે તેઓ સમજી શકતા નથી.
