CCL 2023: ભોજપુરી દબંગ્સ પહોંચ્યુ ફાઈનલમાં, સેમીફાઈનલમાં 6 વિકેટે મુંબઈ હિરોઝ સામે જીત

Celebrity Cricket League હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. શનિવારે જેની ફાઈનલ મેચ રમાનારી છે. સેમીફાઈનલ મેચમાં મનોજ તિવારીની ભોજપુરી દંબગ્સે જીત મેળવી ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે.

CCL 2023: ભોજપુરી દબંગ્સ પહોંચ્યુ ફાઈનલમાં, સેમીફાઈનલમાં 6 વિકેટે મુંબઈ હિરોઝ સામે જીત
Bhojpuri Dabanggs મુંબઈને હરાવી CCL 2023 final માં પહોંચી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 8:55 PM

સેલિબ્રીટી ક્રિકેટ લીગ 2023 ની શુક્રવારે વિશાખાપટ્ટનમમાં ભોજપુરી દબંગ્સ અને મુંબઈ હિરોઝ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ હતી. મનોજ તિવારીની આગેવાની ધરાવતી ભોજપુરી દંબગ્સ ટીમે ટોસ જીતીની પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ મુંબઈ હિરોઝ ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. જોકે 10-10 ઓવરની બંને ઈનીંગ્સમાં મુંબઈની ટીમનુ બેટિંગ પ્રદર્શન કંગાળ રહ્યુ હતુ. જોકે ભોજપુરી ટીમે ફાઈનલની ટિકિટ અંતિમ ઓવરમાં 1 બોલ બાકી રહેતા મેળવી શકાઈ હતી.

ભોજપુરી દબંગ્સ ટીમ CCL 2023ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ છે. શનિવારે વિશાખાપટ્ટનમાં મુંબઈને 6 વિકેટ હાર આપીને ભોજપુરી દબંગ્સે ફાઈનલ ટિકિટ મેળવી છે. શનિવારે બંને સેમીફાઈનલ મેચોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બીજી સેમીફાઈનલ મેચમાં જીત મેળવનારી ટીમ ભોજપુરી ટીમ સામે ફાઈનલમાં રવિવારે ટકરાશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

પાછળ રહીને પણ બાજી મારી

પ્રથમ 10 ઓવરની ઈનીંગમાં મુંબઈ હિરોઝ કરતા મનોજ તિવારીની ભોજપુરી ટીમ 29 રન પાછળ રહી હતી. આમ છતાં પણ ભોજપુરી ટીમે જીત મેળવવામાં સફળતા મેળવી હતી. બીજી ઈનીંગમાં કેપ્ટન મનોજ તિવારી, ઉદય તિવારી અને વિક્રાંતે જબરદસ્ત બોલિંગ એટેક કરતા મુંબઈ હિરોઝ ટીમ 62 રનમાં જ સમેટાઈ ગઈ હતી. મુંબઈની ટીમ અંતિમ ઓવરમાં એક બોલ બાકી રહેતા ઓલઆઉટ થઈ હતી. આમ જીતનુ લક્ષ્ય ભોજપુરી ટીમે અસગર ખાનની અડધી સદીની મદદ વડે પાર કરી લીધુ હતુ.

અસગર ખાને અણનમ 52 રન 34 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આદિત્ય ઓઝા અંતિમ ઈનીંગમાં ઓપનર તરીકે આવ્યો હતો અને તે માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. અંશુમાન સિંઘે 3 રન અને પ્રવેશ લાલ યાદવ 5 રન નોંધાવીને વિકેટ અંતિમ ઈનીગમાં ગુમાવી હતી. પરંતુ અસગર ખાને એક છેડો સાચવી રાખીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી હતી.મનોજ તિવારી અંતમાં એક પણ બોલ રમ્યા વિના અણનમ રહ્યો હતો અને અસગરે ટીમને એક બોલ ઈનીંગનો બાકી રહેતા ફાઈનલમાં પહોંડી હતી.

મુંબઈની બીજી ઈનીંગમાં કંગાળ રમત

પ્રથમ ઈનીંગમાં મુંબઈની ટીમે 10 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 109 રન નોંઘાવ્યા હતા. જેમાં ઓપનર સમીર ખોચરે 17 બોલમાં 34 રન અને સાકીબ સલીમે 6 બોલનો સામનો કરીને 13 રન નોંધાવ્યા હતા. અપૂર્વ લાખીયાએ 20 રન, શરદ કેલકરે 18 રન નોંધાવ્યા હતા. જ્યારે ભોજપુરી ટીમ નિર્ધારીત ઓવરમાં પ્રથમ ઈનીંગમાં 6 વિકેટ ગુમાવીને 80 રન કરી શકી હતી. જેમાં મનોજ તિવારીએ 19 રન અને પ્રવેશે 21 રન નોંધાવ્યા હતા.

બીજી ઈનીંગમાં મુંબઈની રમત કંગાળ રહી હતી. વિક્રાંત સિંઘે મુંબઈ હિરોઝના ત્રણ ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે સુકાની મનોજ તિવારીએ 2 અને ઉદય તિવારીએ 2 વિકેટ ઝડપી હતી. આમ 62 રનમાં જ મુંબઈનો દાવ સમેટાઈ ગયો હતો.

g clip-path="url(#clip0_868_265)">