સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે આવ્યા ખરાબ સમાચાર

|

Jun 26, 2024 | 6:02 PM

ટીમ ઈન્ડિયા ગુરુવારે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ગયાનામાં રમાશે. જો કે આ નોક આઉટ મેચ પહેલા જ સૂર્યકુમાર યાદવ માટે ખરાબ સમાચાર આવ્યા છે. તે હવે ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન નથી.

સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે આવ્યા ખરાબ સમાચાર
Suryakumar Yadav

Follow us on

T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ મેચ પહેલા જ ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને એક ખરાબ સમાચાર મળ્યા છે. સૂર્યકુમાર યાદવ હવે વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન નથી રહ્યો. ટ્રેવિસ હેડે સૂર્યકુમારનું સ્થાન લઈ લીધું છે. આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે, જ્યારે ભારતીય બેટ્સમેનને એક સ્થાનનું નુકસાન થયું છે.

ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર

ટ્રેવિસ હેડ 844 રેટિંગ પોઈન્ટ સાથે ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 4 પોઝિશન જમ્પ કરી નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યો છે. ટ્રેવિસ હેડે ભારત સામે 76 રનની ઈનિંગ રમી હતી અને તેણે આ ટૂર્નામેન્ટમાં 255 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે તે T20 રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. જો કે આ ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે પણ સતત બે અડધી સદી ફટકારી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તે 31 રન બનાવી શક્યો હતો અને બાંગ્લાદેશ સામે પણ તેણે તેના બેટથી માત્ર 6 રન બનાવ્યા હતા. આ કારણે તેણે પોતાનું નંબર 1 રેન્કિંગ ગુમાવ્યું.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

 

 

સૂર્યકુમાર યાદવ ફરી નંબર 1 બની શકે છે

જો કે, સૂર્યકુમાર યાદવ પાસે ફરીથી નંબર 1 T20 બેટ્સમેન બનવાની તક છે. સૂર્યકુમારને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમવાનું છે અને જો ટીમ જીતશે તો તેને ફાઈનલ રમવાની પણ તક મળશે. જો સૂર્યા બંને મેચમાં મોટી ઈનિંગ રમશે તો તે ચોક્કસપણે ટોચ પર પહોંચી જશે. સારી વાત એ છે કે ઈંગ્લેન્ડ સામે સતત સફળ રહ્યો છે. આ ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે 45થી વધુની એવરેજથી 274 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. સૂર્યાનો સ્ટ્રાઈક રેટ પણ 190થી વધુ છે. તે સ્પષ્ટ છે કે ટ્રેવિસ હેડની નંબર 1 બનવાની ખુશી લાંબો સમય ટકી શકશે નહીં.

આ પણ વાંચો: IND vs ENG : સેમીફાઈનલ મુકાબલા પહેલા રોહિત શર્મા-કુલદીપ યાદવના નિવેદને વધાર્યો મેચનો પારો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:01 pm, Wed, 26 June 24

Next Article