IND vs PAK : એશિયા કપ પહેલા ખુલશે પાકિસ્તાનની પોલ, ટીમ ઈન્ડિયાને જીતનો મળશે મંત્ર, જાણો કેવી રીતે?
પાકિસ્તાનને 14 સપ્ટેમ્બરે ભારત સામે એશિયા કપ 2025નો મહા મુકાબલો રમવાનો છે. પરંતુ તે પહેલા પાકિસ્તાન 29 ઓગસ્ટથી અફઘાનિસ્તાન અને UAE સાથે ત્રિકોણીય શ્રેણી રમશે. પાકિસ્તાન માટે આ ત્રિકોણીય શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો પાકિસ્તાન આ શ્રેણી નહીં જીતે તો ભારતને ફાયદો થશે. જાણો કેવી રીતે.

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને પાકિસ્તાન પણ તેમાં ભાગ લેશે. એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલા, પાકિસ્તાને અફઘાનિસ્તાન અને UAE સામે ત્રિકોણીય શ્રેણી પણ રમવાની છે, જે શુક્રવાર 29 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પાકિસ્તાને બંને ઈવેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
એશિયા કપ પહેલા ત્રિકોણીય શ્રેણી
એક તરફ તેઓ એશિયા કપ પહેલા ત્રિકોણીય શ્રેણી રમવાના છે, તો બીજી તરફ ટીમ 14 સપ્ટેમ્બરે ભારત સામે રમવાની છે. ભારત એશિયા કપ 2025ની પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. હવે જોવાનું એ રહ્યું કે એશિયા કપ પહેલા પાકિસ્તાન અફઘાનિસ્તાન અને UAE સામે કેવું પ્રદર્શન કરે છે?
બાબર આઝમ ટીમાંથી બહાર
પાકિસ્તાને આ બંને ઈવેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. સલમાન અલી આગા આ ટીમનું નેતૃત્વ કરશે. ઘણા મહાન ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે પરંતુ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. આ જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું છે.
શોએબ અખ્તરે લીધા આડેહાથ
તાજેતરમાં, એક ટીવી શોમાં, અનુભવી ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું હતું કે પાકિસ્તાન ત્રિકોણીય શ્રેણીમાં અફઘાનિસ્તાન સામે પણ જીતી શકશે નહીં અને આ શ્રેણી સમાપ્ત થતાં જ, બાબર આઝમ એશિયા કપ પહેલા ટીમમાં પાછો ફરશે.
પાકિસ્તાન હારશે તો ભારતને ફાયદો
જો ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાનનું પ્રદર્શન સારું નહીં રહે, તો તે ભારત માટે ખૂબ જ સારી વાત હશે. ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓ ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાનના પ્રદર્શન પર ચોક્કસ નજર રાખશે. પાકિસ્તાન માટે આ ત્રિકોણીય શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમની ટીમની ઘણા લોકો દ્વારા ટીકા કરવામાં આવી છે. જો પાકિસ્તાન આ શ્રેણી જીતી શકતું નથી, તો તેમને એશિયા કપ 2025 પહેલા તેમની ટીમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે અને આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓને બહાર કરવા પડશે.
14 સપ્ટેમ્બરે થશે મહા મુકાબલો
ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાનને બંને ટીમો તરફથી કડક સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. અફઘાનિસ્તાન અને યુએઈ બંને ટીમો છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિસ્ફોટક ક્રિકેટ રમી રહી છે. એટલું જ નહીં, આ બંને ટીમો એશિયા કપ 2025માં પણ રમશે. પાકિસ્તાનને 14 સપ્ટેમ્બરે ભારત સામે એશિયા કપ 2025નો એક મહત્વપૂર્ણ મેચ રમવાનો છે જેમાં બંને ટીમોના ખેલાડીઓ પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
આ પણ વાંચો: PKL 2025 : ચેમ્પિયન પર થશે કરોડોનો વરસાદ, જાણો કેટલી છે પ્રાઈઝ મની?
