BCCI SGM: આજે IPL અને T20 વિશ્વકપને લઇ BCCI આપી શકે છે મોટા સમાચાર, અનેક મુદ્દે બેઠકમાં થશે ચર્ચા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની આજે વિશેષ સાધારણ સભા (Special General Meeting) મળનારી છે. BCCI વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની અધ્યક્ષતામાં બેઠક દરમ્યાન કેટલાક મોટા નિર્ણયો લેવાશે.

BCCI SGM: આજે IPL અને T20 વિશ્વકપને લઇ BCCI આપી શકે છે મોટા સમાચાર, અનેક મુદ્દે બેઠકમાં થશે ચર્ચા
BCCI meeting (File Photo)
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 29, 2021 | 10:08 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની આજે વિશેષ સાધારણ સભા (Special General Meeting) મળનારી છે. BCCI વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની અધ્યક્ષતામાં બેઠક દરમ્યાન કેટલાક મોટા નિર્ણયો લેવાશે. ખાસ કરીને IPL 2021 ની બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને પણ નિર્ણય લેવાઇ શકે છે. જ્યારે T20 વિશ્વકપ (World Cup) ના બાબતે પણ સ્થળ અંગેની ચર્ચા મુખ્ય મુદ્દામાં રહેશે.

હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેરની વિકટ પરિસ્થિતીને લઇને T20 વિશ્વકપના આયોજનને લઇને મુશ્કેલીઓ ઉભી થઇ છે. તો બીજી તરફ બીસીસીઆઇના આયોજન હેઠળ જ ટુર્નામેન્ટ ને યુએઇ ખસેડવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આઇસીસી દ્વારા પણ બેકઅપ પ્લાન માટે પહેલાથી જ આ સંદર્ભમાં કહેવાયું હતું.

બીસીસીઆઇ T20 વિશ્વકપની મહત્વની ટુર્નામેન્ટને ભારતમાં જ રમાડવા માટે ઇચ્છે છે. જોકે આગામી 1 જૂને ICC ની બોર્ડ મીટીંગ મળનારી છે. જેમાં વિશ્વકપ મુખ્ય મુદ્દો રહીને તેના આયોજન અંગે નિર્ણય લેવાઇ શકે છે. આમ તે પહેલા બીસીસીઆઇ ભારતમાં આયોજનને લઇને ICC સમક્ષ પોતાનો પક્ષ તૈયાર રાખી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આઇપીએલ મુખ્ય મુદ્દો

આઇપીએલ 2021 ની બાકીની મેચોનુ આયોજન 18-20 સપ્ટેમ્બરથી શરુ થવાની આશાઓ છે. જે 10 ઓક્ટોબરે સમાપ્ત થઇ શકે છે. જે યુએઇમાં આઇપીએલ 2020 ની માફક અબૂધાબી, દુબઇ અને શારજાહમાં રમાઇ શકે છે.

મીડિયા રિપોર્ટસ મુજબ બીસીસીઆઇના એક અધિકારીએ બેઠક પહેલા આઇપીએલને મુખ્ય મુદ્દો હોવાનુ કહ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, ફાઇનલ સહિત ચાર પ્લેઓફ મેચ ઉપરાંત 10 ડબલ હેડર મેચની આશા કરી એ છીએ. જેમાં સાત સિંગલ હેડર મેચ રહી શકે છે. લીગ વિકએન્ડમાં શરુ થશે. ફાઇનલ પણ વિકએન્ડમાં રમાશે.

વિદશી ખેલાડી અને બાયોબબલ સંદર્ભે ચર્ચા

દરમ્યાન બાયોબબલ સંદર્ભે અને વિદેશી ખેલાડીઓના જોડાવવા સહિત તેના સંબંધિત અનેક બાબતોની પણ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇંગ્લેંડ દ્વારા પહેલાથી જ તેમના ખેલાડીઓ આઇપીએલ નહી રમે એમ કહી ચુક્યું છે. ભારતીય ટીમ 14 સપ્ટેમ્બરે ઇંગ્લેંડ પ્રવાસ બાદ સીધી જ આઇપીએલના બાયોબબલમાં પહોંચી શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">