AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : 52 વર્ષની ઉંમરે સૌરવ ગાંગુલીનું એક્ટિંગ ડેબ્યૂ ? પોલીસમેનના રોલમાં છવાયો

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સે તેનો એક વીડિયો શેર કર્યો છે, જેના પછી એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તે અભિનય કરતો જોવા મળશે. ચાલો જાણીએ કે શું 52 વર્ષની ઉંમરે ગાંગુલી ખરેખર અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે?

Video : 52 વર્ષની ઉંમરે સૌરવ ગાંગુલીનું એક્ટિંગ ડેબ્યૂ ? પોલીસમેનના રોલમાં છવાયો
Sourav GangulyImage Credit source: Netflix
| Updated on: Mar 17, 2025 | 7:27 PM
Share

ક્રિકેટના મેદાન પર બોલરોના છગ્ગા છોડવાનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી હવે પોતાની કારકિર્દીમાં નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી જ તેનો અભિનય ડેબ્યૂ ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો જાણીએ કે આખરે મામલો શું છે?

‘ખાકી: ધ બેંગાલ ચેપ્ટર’ વેબ સિરીઝમાં સૌરવ ગાંગુલી

‘ખાકી: ધ બેંગાલ ચેપ્ટર’ વેબ સિરીઝ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. નીરજ પાંડે દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ 20 માર્ચથી સ્ટ્રીમિંગ થશે. આ પહેલા નેટફ્લિક્સે સૌરવ ગાંગુલીનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું, ‘બંગાળ ટાઈગર બંગાળ ચેપ્ટરને મળ્યો. ખાકી: ધ બેંગાલ ચેપ્ટર’ 20 માર્ચે ફક્ત નેટફ્લિક્સ પર જુઓ.

ગાંગુલી પોલીસમેનની ભૂમિકામાં જોવા મળ્યો

આ વીડિયોમાં સૌરવ ગાંગુલીને ‘અસલી બંગાળ ટાઈગર’ કહેવામાં આવ્યો છે. વીડિયોમાં ગાંગુલી એક પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. અને તે ખૂબ આક્રમક પણ લાગે છે. આમાં, તે કહી રહ્યો છે કે, “તમે બંગાળ વિશે શો બનાવી રહ્યા છો અને દાદાને આમંત્રણ નથી આપ્યું.” આ પછી કોઈ તેને પૂછે છે, દાદા તમે અહીં છો, તમે કઈ ભૂમિકા ભજવશો? આ પછી, સૌરવને પોલીસમેનની ભૂમિકામાં બતાવવામાં આવે છે. આ પછી, સૌરવ ગાંગુલી પોલીસકર્મીના ગેટઅપમાં કેમેરા સામે ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો છે.

સૌરવ શોનું માર્કેટિંગ કરવા સંમત થયો

આગામી દ્રશ્ય માટે, દિગ્દર્શક ગાંગુલીને કહે છે કે હવે તમારે ગુનેગારને માર મારવો પડશે. આ પછી, ગાંગુલી લાકડીની મદદથી ગુનેગારને ક્રિકેટ શૈલીમાં મારતો જોવા મળે છે. આ પછી તેમને કહેવામાં આવે છે કે તમારે આ બધું ફક્ત આઠ સેકન્ડમાં કરવાનું છે. આના પર સૌરવ કહે છે કે આઠ સેકન્ડમાં તે કેવી રીતે થઈ જશે. પછી વેબ સિરીઝના ટ્રેલરની ઝલક બતાવવામાં આવે છે. આ પછી ગાંગુલી કહે છે કે આ શક્ય નહીં બને. શું મારા માટે બીજી કોઈ ભૂમિકા છે? પછી દિગ્દર્શક તેને પૂછે છે, દાદા, શું તમે શોનું માર્કેટિંગ કરશો? ગાંગુલી તરત જ આ માટે સંમત થાય છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી લૂંટાયું પાકિસ્તાન, 2383 કરોડનો લાગ્યો ચૂનો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">