IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કોરોના સંક્રમણને લઇને BCCI એ જાહેર કરી વિગતો

ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમવાની હતી. ODI બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ થવાની છે.

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કોરોના સંક્રમણને લઇને BCCI એ જાહેર કરી વિગતો
શિખર ધવન સહિત ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત જણાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:35 AM

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ સહિત સાત સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. BCCIએ બુધવારે મોડી રાત્રે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી. પસંદગી સમિતિએ ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) ને ODI ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની આગામી સીમિત ઓવરોની શ્રેણી માટે 31 જાન્યુઆરીના રોજ અમદાવાદ (Ahmedabad) માં એકત્ર થઈ હતી અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ ત્રણ દિવસીય આઈસોલેશનમાંથી પસાર થઈ રહી હતી. અહીં ટીમના ત્રણ રાઉન્ડમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નેગેટિવ રિઝલ્ટ મેળવનારાઓનું આઇસોલેશન ગુરુવારે પૂર્ણ થશે. જો ગુરુવારે ફરીથી તેમનો ટેસ્ટ નેગેટીવ જોવા મળે છે, તો તેઓ બાયો-બબલ સુરક્ષિત વાતાવરણમાં પ્રવેશ કરશે. પોઝિટિવ જોવા મળેલા ખેલાડીઓમાં શિખર ધવન, નવદીપ સૈની અને શ્રેયસ અય્યરના નામ સામેલ છે.

શિખર ધવન, શ્રેયસ ઐયર અને નવદીપ સૈની કોરોના પોઝિટિવ છે

BCCI સેક્રેટરી જય શાહ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઓપનર શિખર ધવન અને ઝડપી બોલર નવદીપ સૈનીનો RT-PCR ટેસ્ટ સોમવારે (31 જાન્યુઆરી) પોઝિટિવ આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સિવાય ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સિક્યોરિટી લેસન ઓફિસર બી લોકેશ પણ પોઝિટિવ જોવા મળ્યા હતા. બેટ્સમેન શ્રેયસ અય્યર અને મસાજ થેરાપિસ્ટ રાજીવ કુમાર, જેઓ પ્રથમ રાઉન્ડના બંને ટેસ્ટમાં નેગેટિવ મળી આવ્યા હતા, તેઓ બુધવારે (2 ફેબ્રુઆરી) પોઝિટિવ જોવા મળ્યા હતા. બીસીસીઆઈએ કહ્યું કે પોઝિટિવ જોવા મળેલા તમામ ખેલાડીઓ સ્વસ્થ થાય ત્યાં સુધી આઈસોલેશનમાં રહેશે.

સ્ટેન્ડબાય ખેલાડીઓને તક મળી શકે છે

સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં શરૂ થશે, જે ભારતની 1000મી વન-ડે હશે પરંતુ આ ત્રણેય ખેલાડીઓ હવે સિરીઝમાં રમી શકશે નહીં કારણ કે તેમને એક સપ્તાહના આઇસોલેશન હેઠળથી પસાર થવું પડશે અને બે નેગેટિવ RT-PCR પરિણામો પછી જ તેઓ આ શ્રેણીમાં રમવા માટે સાથે જોડાઈ શકે છે. એ વાતની પુષ્ટિ થઈ છે કે કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ જેવા વરિષ્ઠ ખેલાડીઓ બુધવારે નેગેટિવ જોવા મળ્યા હતા.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એમ શાહરૂખ ખાન, આર સાઈ કિશોર અને ઋષિ ધવન, જેમને શ્રેણી માટે સ્ટેન્ડ બાય બનાવવામાં આવ્યા હતા, હવે તેઓ ટીમમાં સામેલ થઈ શકે છે. જ્યાં સુધી રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનરની વાત છે તો T20 ટીમના નિષ્ણાત ઓપનર વેંકટેશ ઐયરને અજમાવી શકાય છે.

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

આ પણ વાંચોઃ ICC U19 World Cup: ટીમ ઇન્ડિયા સળંગ ચોથી વાર વિશ્વકપ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ, ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર

g clip-path="url(#clip0_868_265)">