AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL ને લઇને મોટા સમાચાર, ભારત-પાકિસ્તાન તણાવને લઇને IPL 2025 સ્થગિત

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોતા BCCI એ એક મોટો નિર્ણય લીધો છે. આઈપીએલ સ્થગિત કરવામાં આવી છે. બુધવારે પાકિસ્તાને ભારતના ઘણા શહેરોમાં ડ્રોન હુમલા કર્યા. આ હુમલાની અસર IPL પર જોવા મળી.

Breaking News :   IPL ને લઇને મોટા સમાચાર, ભારત-પાકિસ્તાન તણાવને લઇને IPL 2025 સ્થગિત
| Updated on: May 09, 2025 | 12:36 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ આઈપીએલને સ્થિગત કરવામાં આવી છે. બીસીસીઆઈ ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. બુધવારના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરોમાં ડ્રોન અટેક કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો પરંતુ આ હુમલાની અસર આઈપીએલ પર જોવા મળી હતી. આઈપીએલની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી હતી. તેને પણ અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.

IPL 2025 સ્થગિત

22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટું એક્શન લીધું છે. ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીના 9 ઠેકાણા હુમલો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન ડરી ગયું અને એક બાદ એક નાપાક હરકત કરવા લાગ્યું હતુ. જેનો હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. આ વચ્ચે આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, બાકીની મેચો પછીથી યોજાશે. બાકીની મેચો ક્યારે અને ક્યાં રમાશે તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

બીસીસીઆઈ ટુંક સમયમાં જ વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં મોકલી દેશે. તમને જણાવી દઈએ કે, વિદેશી ખેલાડીઓની સાથે તેનો પરિવાર પણ હાલમાં ભારતમાં છે.ત્યારે બીસીસીઆઈ હાલમાં કોઈ મોટું જોખમ ઉઠાવવા માંગતુ નથી. બીસીસીઆઈના એક અધિકારીએ લીગના સસ્પેન્ડની પુષ્ટિ કરતા પીટીઆઈને કહ્યું એ સારું લાગતું નથી કે, જ્યારે દેશમાં યુદ્ધ ચાલતું હોય અને ક્રિકેટ પણ રમાય

આઈપીએલમાં હજુ 16 મેચ બાકી

આઈપીએલ 2025ની હાલની સીઝનમાં કુલ 57 મેચ રમાઈ છે. આ દરમિયાન 58મી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી. આ સીઝનમાં કુલ 74 મેચ રમવાની હતી, જે 25 મેના રોજ કોલકાતામાં સમાપ્ત થવાની હતી. આવી સ્થિતિમાં, હવે બાકીની મેચો માટે નવું શેડ્યૂલ બનાવવામાં આવશે. અગાઉ 2021માં પણ આ જોવા મળ્યું હતું, જ્યારે લીગને સીઝનની મધ્યમાં સ્થગિત કરવામાં આવી હતી. કોરોનાને કારણે IPL 2021 સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ બાકીની મેચો યુએઈમાં યોજાઈ હતી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">