BCCI એવોર્ડ્સ : હાર્દિક પંડ્યાના એક સવાલ પર સ્મૃતિ મંધાનાએ શરમાઈને આપ્યો જવાબ, જુઓ વીડિયો
શનિવારે રાત્રે BCCI નમન એવોર્ડમાં હાર્દિક પંડ્યા અને સ્મૃતિ મંધાના વચ્ચે ફની વાતચીત થઈ હતી. સ્ટાર ઓલરાઉન્ડર ડ્રેસિંગ રૂમમાં સ્મૃતિ મંધાના ફેવરિટ ટોપ-3 ગીતો વિશે સવાલ પૂછ્યો. જાણો સ્મૃતિ મંધાનાએ આ સવાલ પર શું જવાબ આપ્યો, જાણો આ આર્ટીકલમાં.

શનિવારે મુંબઈમાં ભારતીય ક્રિકેટના સુપર સ્ટાર્સનો મેળાવડો હતો. પ્રસંગ હતો BCCIના વાર્ષિક નમન એવોર્ડનો. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિનની સાથે તનુષ કોટિયન જેવા યુવા ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય મહિલા ટીમની દિગ્ગજ બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વચ્ચેની ફની વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો.
સ્મૃતિ સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બની
ખરેખર, સ્મૃતિ મંધાનાએ 2023-24ની સર્વશ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ જીત્યો હતો. સ્મૃતિ મંધાના, જે ICC મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર હતી, તેણે 2024 કેલેન્ડર વર્ષમાં ચાર સદી સાથે 743 રન બનાવ્યા છે. 28 વર્ષની મંધાનાએ 57.86ની એવરેજ અને 95.15ની શાનદાર સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો છે. આ દરમિયાન સ્ટેજ પર કેટલીક રસપ્રદ વાતચીત પણ થઈ. સુટ અને બૂટમાં હાર્દિક પંડ્યા સ્ટેજ પર સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્ઝ સાથે બેઠો હતો.
પંડ્યાએ સ્મૃતિ મંધાનાને પ્રશ્ન પૂછ્યો
હાર્દિક પંડ્યાએ સ્મૃતિ મંધાનાને ડ્રેસિંગ રૂમમાં તેના ટોપ 3 ગીતો વિશે પૂછ્યું. જેના પર સ્મૃતિએ પહેલા સંકોચ અનુભવ્યો, પછી પોતાની લાગણી વ્યક્ત કરી. સ્મૃતિએ કહ્યું, ‘મને લાગે છે કે પ્લેલિસ્ટ બનાવનારી હું છેલ્લી વ્યક્તિ છું, કારણ કે મારા તમામ ગીતો કાં તો લવ સોંગ છે કાં તો પછી સેડ સોંગ છે. મને ખબર નથી કે મને આ ગીતો ગમે છે કે નહીં.
What would be @mandhana_smriti‘s top three songs if she were to create a playlist inside the dressing room? @hardikpandya7 helps us find out! #NamanAwards pic.twitter.com/WiYGTJuxzP
— BCCI (@BCCI) February 1, 2025
સ્મૃતિ અરિજીત સિંઘની ફેન છે
સ્મૃતિ મંધાનાએ આગળ જણાવ્યું કે, મેચ પહેલા પણ હું સામાન્ય રીતે પંજાબી નહીં પણ લવ અને સેડ સોંગ જ સાંભળું છું. તેથી, હું ગીત બદલવાનો પ્રયાસ કરતી નથી. હું મેચ પહેલા હેડફોન પર ગીતો સાંભળું છું. પરંતુ, હા, મને ચોક્કસપણે સંગીત ગમે છે અને મને લાગે છે કે અરિજીત સિંઘનું કોઈપણ ગીત મારું પ્રિય ગીત છે.
આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો કેટલી છે પ્રાઈઝ, કેવી રીતે ખરીદવી ટિકિટ