શુભમન ગિલ બન્યો 2023નો સર્વશ્રેષ્ઠ ભારતીય ક્રિકેટર, જાણો બીસીસીઆઈ એવોર્ડસના વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ
આ સમારોહમાં ભાગ લેવા માટે ભારતીય ટેસ્ટ ટીમના તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા. મહાન ક્રિકેટર ફારુક એન્જિનિયર અને રવિ શાસ્ત્રીને સીકે નાયડૂ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

BCCI Awards 2024
હૈદરાબાદમાં BCCIના વાર્ષિક પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2019 પછી પ્રથમ વખત બોર્ડે ખેલાડીઓને એવોર્ડ આપ્યા છે. BCCIએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલા આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં ભાગ લેવા માટે ભારતીય ટેસ્ટ ટીમના તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા. મહાન ક્રિકેટર ફારુક એન્જિનિયર અને રવિ શાસ્ત્રીને સીકે નાયડૂ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
બીસીસીઆઈ એવોર્ડસના વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ
- શુભમન ગિલ- ક્રિકેટર ઓફ ધ યર (2022-23)
- જસપ્રીત બુમરાહ- ક્રિકેટર ઓફ ધ યર (2021-22)
- રવિચંદ્રન અશ્વિન- ક્રિકેટર ઓફ ધ યર (2020-21)
- મોહમ્મદ શમી- ક્રિકેટર ઓફ ધ યર (2019-20)
- રવિ શાસ્ત્રી- સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
- બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- યશસ્વી જયસ્વાલ (2022-23)
- બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- શ્રેયસ ઐયર (2021-22)
- બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- અક્ષર પટેલ (2020-21)
- બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- મયંક અગ્રવાલ (2019-20)
રણજી ટ્રોફી માટે એવોર્ડસ
- 2019-20 રણજી ટ્રોફી સૌથી વધુ વિકેટ (માધવરાવ સિંધિયા એવોર્ડ): જયદેવ ઉનડકટ 2021-22 રણજી ટ્રોફી સૌથી વધુ વિકેટ (માધવરાવ સિંધિયા એવોર્ડ): શમ્સ મુલાણી 2022-23 રણજી ટ્રોફી સૌથી વધુ વિકેટ (માધવરાવ સિંધિયા એવોર્ડ): જલજ સક્સેના
- 2019-20 રણજી ટ્રોફી સૌથી વધુ રન (માધવરાવ સિંધિયા એવોર્ડ): રાહુલ દલાલ 2021-22 રણજી ટ્રોફી સૌથી વધુ રન (માધવરાવ સિંધિયા એવોર્ડ): સરફરાઝ ખાન 2022-23 રણજી ટ્રોફી સૌથી વધુ રન (માધવરાવ સિંધિયા એવોર્ડ): મયંક અગ્રવાલ
ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે એવોર્ડસ
- BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટ (2019-20)માં શ્રેષ્ઠ ક્રિકેટ એસોસિએશનનો પુરસ્કાર: મુંબઈ
- BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટ (2021-22) માં શ્રેષ્ઠ ક્રિકેટ એસોસિએશનનો પુરસ્કાર: મધ્ય પ્રદેશ
- BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટ (2022-23)માં શ્રેષ્ઠ ક્રિકેટ એસોસિએશનનો એવોર્ડ: સૌરાષ્ટ્ર
મહિલા ક્રિકેટર્સ માટે એવોર્ડ
- 2019-20 સૌથી વધુ ODI વિકેટ (મહિલા): પૂનમ યાદવ સૌથી વધુ ODI વિકેટ (મહિલા) 2020-21: ઝુલન ગોસ્વામી સૌથી વધુ ODI વિકેટ (મહિલા) 2021-22: રાજેશ્વરી ગાયકવાડ 2022-23 સૌથી વધુ ODI વિકેટ (મહિલા): દેવિકા વૈદ્ય
- 2019-20 સૌથી વધુ ODI રન (મહિલા): પૂનમ રાઉત સૌથી વધુ ODI રન (મહિલા) 2020-21: મિતાલી રાજ સૌથી વધુ ODI રન (મહિલા) 2021-22: હરમનપ્રીત કૌર 2022-23 સૌથી વધુ ODI રન (મહિલા): જેમિમાહ રોડ્રિગ્સ
દિલીપ સરદેસાઈ એવોર્ડ (ભારત-વેસ્ટ ઈન્ડિઝ 2023 શ્રેણી)
- 2022-23માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ: રવિચંદ્રન અશ્વિન સૌથી વધુ ટેસ્ટ રન 2022-23: યશસ્વી જયસ્વાલ
- 2019-20 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (મહિલા): પ્રિયા પુનિયા 2020-21 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (મહિલા): શેફાલી વર્મા 2021-22 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (મહિલા): એસ મેઘના 2022-23 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (મહિલા): અમનજોત કૌર
- 2019-20 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (પુરુષ): મયંક અગ્રવાલ 2020-21 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (પુરુષ): અક્ષર પટેલ 2021-22 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (પુરુષ): શ્રેયસ ઐયર 2022-23 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (પુરુષ): યશસ્વી જયસ્વાલ
- 2019-20 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા): દીપ્તિ શર્મા 2020-22 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા): સ્મૃતિ મંધાના 2022-23 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા): દીપ્તિ શર્મા
પોલી ઉમરીગર એવોર્ડ
- 2019-20 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (પુરુષ): મોહમ્મદ શમી
- 2020-21 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (પુરુષ): રવિચંદ્રન અશ્વિન
- 2021-22 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (પુરુષ): જસપ્રિત બુમરાહ
- 2022-23 શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (પુરુષ): શુભમન ગિલ
આ પણ વાંચો : ભારત-ઈંગ્લેન્ડ સિરીઝમાં અંતિમ ટેસ્ટ રમશે આ ચાર સ્ટાર ખેલાડીઓ ! જાણો કોણ લઈ શકે છે સંન્યાસ