Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્જુન તેંડુલકરની ધારદાર બોલિંગ સામે બેટ્સમેન ધ્વસ્ત, યુવરાજ સિંહે કહ્યું BOMB, જુઓ Video

અર્જુન તેંડુલકરે IPL 2023 પછીથી કોઈ પ્રોફેશનલ મેચ રમી નથી અને હવે તેણે પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. યુવરાજ સિંહે પણ તેના પર શાનદાર ટિપ્પણી કરી હતી.

અર્જુન તેંડુલકરની ધારદાર બોલિંગ સામે બેટ્સમેન ધ્વસ્ત, યુવરાજ સિંહે કહ્યું BOMB, જુઓ Video
Arjun Tendulkar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 9:28 PM

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ક્યાં છે? આ સવાલ ઘણા સમયથી ચાહકોના મનમાં છે. અર્જુન તેડુલકર IPL 2023થી મેદાનમાં જોવા મળ્યો નથી. તમને જણાવી દઈએ કે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ત્રણ મેચ રમ્યા બાદ અર્જુને કોઈ પ્રોફેશનલ મેચ રમી નથી, જેના પછી સવાલો ઉઠી રહ્યા હતા કે તે ક્યાં ગયો? બસ હવે અર્જુન પાછો આવ્યો છે. તે હજુ સુધી મેદાનમાં ઉતર્યો નથી, પરંતુ તેણે પોતાનો એક વીડિયો (Video) પોસ્ટ કરીને ચાહકોને એક મોટું અપડેટ આપ્યું છે.

અર્જુનના વીડિયો પર યુવરાજની કોમેન્ટ

હકીકતમાં, અર્જુન તેંડુલકરે મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શાર્પ બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. અર્જુન બેટ્સમેનને બાઉન્સર ફેંકે છે અને તે પછી બેટ્સમેન આઉટ થઈ જાય છે. અર્જુનનો આ બોલ એટલો ખતરનાક હતો કે બેટ્સમેનને રિકવર થવાનો સમય જ ન મળ્યો. પૂર્વ ક્રિકેટર અને ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહે પણ અર્જુનના આ વીડિયો પર કમેન્ટ કરી છે. અર્જુનના આ વીડિયો પર યુવરાજ સિંહે BOMBનું ઈમોજી બનાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?

શું અર્જુનને દેવધર ટ્રોફીમાં મળશે તક?

અર્જુન તેંડુલકર હાલમાં દેવધર ટ્રોફી માટે દક્ષિણ ઝોનની ટીમમાં છે. દક્ષિણ ઝોને તેની પ્રથમ મેચ એકતરફી રીતે જીતી હતી. ઉત્તર ઝોનની ટીમ તેની સામે ક્યાંય ટકી ન હતી. જો કે અર્જુન તેંડુલકરને આ મેચમાં તક મળી ન હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેની ક્ષમતા બતાવવા માટે તેને આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવશે.

અર્જુનને ઇમર્જિંગ એશિયા કપમાં તક ન મળી

જો કે અર્જુન તેંડુલકરને ઈન્ડિયા-A ટીમમાં તક મળવાની આશા હતી પરંતુ તેમ થયું નહીં. તાજેતરમાં ભારત-A ટીમ ઇમર્જિંગ એશિયા કપ માટે શ્રીલંકા ગઈ હતી જ્યાં ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, અર્જુન તેંડુલકરને પણ ગોવાની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે રણજી ટ્રોફીની આગામી સિઝન માટે ગોવાએ તેના સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેમાં અર્જુનનું નામ નથી. સવાલ એ છે કે શું અર્જુન તેંડુલકર આગામી સિઝનમાં રણજી ટ્રોફી કોઈ અન્ય ટીમ સાથે રમશે?

આ પણ વાંચો : India vs West Indies ODI Series: 17 વર્ષથી ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે નથી હારી વનડે શ્રેણી, જાણો બંને ટીમના રેકોર્ડ

IPLમાં અર્જુને કર્યો ડેબ્યૂ

અર્જુન તેંડુલકરને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે અર્જુનને 4 મેચમાં તક આપી હતી જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. અર્જુનનો ઈકોનોમી રેટ 10 રન પ્રતિ ઓવરની આસપાસ હતો પરંતુ તેણે પોતાની સ્વિંગ બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે જોવાનું એ રહેશે કે અર્જુન તેંડુલકર ક્યારે મેદાનમાં પાછો ફરે છે અને તેનું પ્રદર્શન કેવું રહેશે? જો અર્જુને ટીમ ઈન્ડિયા સુધી પહોંચવું હશે તો આવનારા 2-3 વર્ષમાં તેણે પોતાનું સર્વસ્વ આપવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">