BCCIએ અર્જુન તેંડુલકરને NCAમાં બોલાવ્યો, ત્રણ અઠવાડિયા ખાસ ટ્રેનિંગ કેમ્પમાં લેશે ભાગ
અર્જુન તેંડુલકરે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું અને તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ પહેલા તેણે ગોવા તરફથી રણજી ટ્રોફીમાં સફળ ડેબ્યૂ કરી તેની ઓલરાઉન્ડ પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા હતા. હવે BCCIએ તેને ખાસ કેમ્પમાં સ્થાન આપ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યા જેવા બીજા ઓલરાઉન્ડરની જરૂર ઘણા સમયથી અનુભવાઈ રહી છે. આ માટે કેટલાક ખેલાડીઓને તક પણ આપવામાં આવી હતી. પરંતુ મામલો થાળે પડ્યો ન હતો. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમયમાં આ ઉણપને દૂર કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે BCCIએ અર્જુન તેંડુલકર સહિત 20 ઓલરાઉન્ડરોને ખાસ ટ્રેનિંગ કેમ્પ માટે બોલાવ્યા છે.
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, BCCIએ એવા 20 યુવા ખેલાડીઓને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે જેઓ ફુલ-ટાઈમ ઓલરાઉન્ડર છે સાથે જ બેટિંગ અથવા બેટિંગમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.
YORKED!
Arjun Tendulkar gets Prabhsimran Singh out with a ripper 🔥🔥
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/W3kIQZ7Xyq
— IndianPremierLeague (@IPL) April 22, 2023
ઓલરાઉન્ડરોની કમી પૂરી કરવાનો પ્રયાસ
ટીમ ઈન્ડિયાને માત્ર હાર્દિક પંડ્યા જેવા યોગ્ય ઓલરાઉન્ડરની જ જરૂર નથી, પરંતુ એવા ખેલાડીઓની પણ જરૂર છે જેઓ એક Skillમાં પરફેક્ટ હોય, જ્યારે અન્ય કામમાં પણ યોગદાન આપી શકે. ટીમ ઈન્ડિયા ઘણા સમયથી આવા ખેલાડીઓની શોધમાં છે. વર્તમાન ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ અને ચેતેશ્વર પુજારા જેવા બેટ્સમેનો ટેસ્ટમાં બોલ સાથે યોગદાન આપતા નથી અને ભારત પાસે ઘણીવાર આનો અભાવ રહ્યો છે.
3 સપ્તાહનો ટ્રેનિંગ કેમ્પ
રિપોર્ટ અનુસાર આ કેમ્પનું આયોજન NCAમાં ઓગસ્ટની શરૂઆતમાં કરવામાં આવશે, જે ત્રણ અઠવાડિયા સુધી ચાલશે. આ કેમ્પમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને પણ બોલાવવામાં આવ્યો છે. અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ડાબા હાથના પેસ બોલિંગ ઓલરાઉન્ડરે સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે તેને બેટિંગમાં વધુ તક મળી ન હતી. જોકે તેણે ગોવા માટે રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે.
આ પણ વાંચોઃ TNPL 2023 : પગાર માત્ર 10 લાખ, તો પછી કેમ અશ્વિન રમી રહ્યો છે આ લીગમાં, જાણો કારણ
અભિષેક શર્માને પણ બોલાવવામાં આવ્યો
BCCIના સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર આ વર્ષના અંતમાં યોજાનાર ઇમર્જિંગ એશિયા કપ (અંડર-23) જ નથી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં આવા ખેલાડીઓને તૈયાર કરવાનો પણ છે જે તમામ પ્રકારની કુશળતામાં ટીમ માટે ઉપયોગી થઈ શકે. અર્જુન તેંડુલકર ઉપરાંત પંજાબના અભિષેક શર્મા, દિલ્હીના હર્ષિત રાણા, દિવિજ મેહરા, રાજસ્થાનના માનવ સુતાર જેવા નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.