AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICCના નવા ચેરમેન બન્યા બાર્કલે, જય શાહને મળી મહત્વની જવાબદારી

આજે તેમને તેમને સર્વસંમત્તિથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ સતત બીજીવાર આ પદ પર બેસશે. તેની સાથે ICCમાં હવે BCCIનો પણ દબદબો રહેશે. જય શાહ અને સૌરવ ગાંગુલીને પણ મહત્વની જવાબદારી મળી છે.

ICCના નવા ચેરમેન બન્યા બાર્કલે, જય શાહને મળી મહત્વની જવાબદારી
Jay Shah and Sourav Ganguly got important responsibility in ICCImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 4:47 PM
Share

13 નવેમ્બરે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે, તે પહેલા ICCમાંથી મોટા સમચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ને નવા ચેરમેન મળી ગયા છે. એડવોકેટ વકીલ ગ્રેગર બાર્કલે ફરી એકવાર ICCના ચેરમેન બન્યા છે. તેઓ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડાયરેક્ટર પણ છે. આજે તેમને તેમને સર્વસંમત્તિથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ સતત બીજીવાર આ પદ પર બેસશે. તેની સાથે ICCમાં હવે BCCIનો પણ દબદબો રહેશે. જય શાહ અને સૌરવ ગાંગુલીને પણ મહત્વની જવાબદારી મળી છે.

આ પહેલા એવી વાત ચાલી રહી હતી કે ઝિમ્બાબ્વેના તવેંગવા મુકુલહલાની પણ ICCના ચેરમેન પદ માટે ચૂંટણી લડવાના છે. પરંતુ તેમણે તેમનું નામ આ ચૂંટણીમાંથી પરત લઈ લીધુ હતુ, ત્યારે આ પદ માટે ગ્રેગર બાર્કલે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ આજથી 2 વર્ષ સુધી આ પદ પર રહેશે.

 ગ્રેગોર બાર્કલે ICC ફરી ચેરમેન બન્યા

ઑકલેન્ડમાં કૉમર્શિયલ એડવોકેટ બાર્કલે નવેમ્બર 2020માં પહેલીવાર ICCના ચેરમેન બન્યા હતા. તેઓ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે 2015 વન-ડે વર્લ્ડ કપના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તેઓ આ પદ પર વર્ષ 2024 સુધી રહેશે.

ICCના ચેરમેન બનવાની રેસમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામની પણ ચર્ચા થતી હતી, પરંતુ તેમણે આ માટે નામાંકન ભર્યું નહોતુ. હમણા સુધીમાં 4 ભારતીયો આ પદ પર રહી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન, શ્રીનિવાસન અને શશાંક મનોહરનો સમાવેશ થાય છે.

જય શાહ અને સૌરવ ગાંગુલીને મળી મહત્વની જવાબદારી

BCCI સચિવ જય શાહને ICCના નાણાકીય સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. ICCના નાણાકીય નિર્ણયો આ કમિટી જ લેશે. આ પદ જય શાહ માટે મહત્વનું બની રહેશે. આઈસીસીના તમામ સભ્યો એ આ નિર્ણયનું સમર્થન કર્યુ છે. સૌરવ ગાંગુલી ICCની ક્રિકેટ કમિટીના વડા પદ પર બની રહેશે. તેઓ ગયા વર્ષે પણ આજ પદ પર હતા.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">