T20 World Cup : 13 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન, સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને વિકેટથી હરાવ્યું છે. આ સાથે તેણે ફાઇનલમાં એન્ટ્રી કરી છે.

T20 World Cup  :  13 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન, સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું
Pakistan defeated New Zealand by 7 wickets in the first semi-final Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:08 PM

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં રમાઈ રહી છે. સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને ફાઇનલમાં જવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને પાકિસ્તાનની ટીમે આસાનીથી પૂર્ણ કર્યો હતો.જે ટીમને એક સપ્તાહ પહેલા વર્લ્ડ કપમાંથી બહાર કહેવામાં આવી હતી તે ટીમે હવે વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવીને બધાને ચોંકાવી દીધા છે.

બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે ફરી એકવાર સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને એકતરફી મેચમાં 7 વિકેટથી હરાવ્યું અને ત્રીજી વખત ફાઇનલ માટે ટિકિટ બુક કરી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

 ન્યૂઝીલેન્ડની શરૂઆત  ખરાબ રહી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વિસ્ફોટક ફિન એલન પહેલી જ ઓવરમાં માત્ર ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ડેવોન કોનવે 21 અને ગ્લેન ફિલિપ્સ 6 રન બનાવીને આઉટ થયો હતો. 49 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કિવી ટીમ સંઘર્ષ કરી રહી હતી. આ પછી કેપ્ટન કેન વિલિયમસન અને ડેરેલ મિશેલે 68 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 117 રન સુધી પહોંચાડ્યો હતો. કેન વિલિયમસન 42 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ડેરીલ મિશેલે 35 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. અંતે જેમ્સ નિશમે 12 બોલમાં 16 રન ફટકારીને ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટે 152 રન સુધી પહોંચાડ્યો હતો.

મજબૂત બોલિંગ, મજબૂત ફિલ્ડિંગ

ટૂર્નામેન્ટમાં સતત બોલિંગ કરી રહેલી પાકિસ્તાની ટીમે આ મેચમાં પણ આવું જ કમાલ બતાવ્યું હતું. ખાસ કરીને સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના ફોર્મમાં વાપસીએ આ બોલિંગને દમદાર સાબિત કરી હતી. આફ્રિદીએ તેની પ્રતિષ્ઠા અનુસાર પ્રથમ જ ઓવરમાં ફિન એલનને LBW આઉટ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી.

પાકિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું

153 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યા હતા.પાકિસ્તાનની પહેલી વિકેટ 105 રનના સ્કોર પર પડી હતી. બાબર આઝમ 53 રન બનાવીને આઉટ થયો હતો. ડેરેલ મિશેલે તેને ટ્રેન્ટ બોલ્ટના બોલ પર કેચ કરાવ્યો હતો. બાબર આઝમે પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. બાબરની શાનદાર ઇનિંગ્સે પાકિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું  હતુ.પાકિસ્તાન T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે, તેણે ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સ્કોર બહુ સારો બનાવી શકી ન હતી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">