BAN vs IND: અંતિમ ઓવરમાં શેફાલી વર્માએ 1 રન આપીને 3 વિકેટ ઝડપી ભારતને અપાવી યાદગાર જીત
ભારતીય મહિલા ટીમે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને આઠ રનથી હરાવી સીરિઝ પર કબજો કર્યો હતો. આ મેચમાં છેલ્લી ઓવરમાં જોરદાર રોમાંચ જોવા મળ્યો હતો, જેમાં શેફાલી વર્માએ કમાલ કરી હતી.
પોતાની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત ભારતીય મહિલા ટીમની બેટ્સમેન શેફાલી વર્માએ અનેકવાર પોતાની દમદાર બેટિંગથી ટીમને યાદગાર જીત અપાવી છે. જો કે મંગળવારે શેફાલી વર્માએ તેની બેટિંગથી નહીં પરંતુ બોલિંગથી કમાલ કરી બતાવી હતી. શેફાલી વર્માએ (Shafali Verma) બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી T20 મેચમાં શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
શેફાલી વર્માની શાનદાર બોલિંગ
બાંગ્લાદેશ સામે બીજી T20 મેચમાં ભારતની જીત નિશ્ચિત નહોતી કારણ કે ટીમના બેટ્સમેનોએ ખૂબ જ નિરાશ કર્યા હતા. પ્રથમ બેટિંગ કરવા ભારતીય ટીમ આખી 20 ઓવર રમ્યા બાદ આઠ વિકેટ ગુમાવીને માત્ર 95 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશની ટીમ પણ સતત પોતાની વિકેટો ગુમાવી રહી હતી પરંતુ તેમ છતાં લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશ મેચ જીતી જશે, પરંતુ છેલ્લી ઓવરમાં શેફાલીની બોલિંગે કમાલ કરી પરિણામ ભારતની તરફેણમાં કરી દીધું હતું.
WHAT AN ABSOLUTE STAR! ✨
Shafali Verma’s match winning over has left all of us 🤯 #BANWvINDW #ShafaliVerma #BetterEveryDay pic.twitter.com/GU4aoGByXz
— JSW Sports (@jswsports) July 11, 2023
એક ઓવરમાં 3 વિકેટ
બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી અને તેની ચાર વિકેટ બાકી હતી. આવી સ્થિતિમાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શેફાલી વર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શેફાલીએ પણ કેપ્ટનને નિરાશ ન કરતાં અંતિમ ઓવરમાં માત્ર એક રન આપી ત્રણ વિકેટ લીધી હતી અને ખેલાડીને એક રન આઉટ પણ કરી હતી. પહેલા બોલ પર શેફાલીએ રાબેયા ખાનને રનઆઉટ કરી, આ પછી બીજા બોલ પર તેણે નાહિદા અખ્તરને હરલીન દેઓલના હાથે કેચ આઉટ કરાવી હતી.
ભારતની જીત સુનિશ્ચિત કરી
ત્રીજા બોલ પર શેફાલીએ ફહિમા ખાતુનને રન લેવા દીધો ન હતો. ચોથા બોલ પર ફાહિમાએ શેફાલીના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની ઉપરની કિનારે લાગી અને શેફાલીએ તેને પોતાના જ બોલ પર કેચ કરી લીધો. છેલ્લા બે બોલ ખૂબ મહત્વના હતા. પરંતુ શેફાલીએ પાંચમા બોલ પર મરુલા અખ્તરને રન ન લેવા દીધધો અને ભારતની જીત સુનિશ્ચિત કરી. ત્યારબાદ છેલ્લા બોલ પર તેણે મારુલાને યાસ્તિકા ભાટિયાના હાથે સ્ટમ્પ આઉટ કરાવી હતી.
Three wickets in the final over for Shafali Verma as India win a low-scoring thriller and seal the T20I series 2-0 🔥#BANvIND | 📝: https://t.co/mspye3W0qI pic.twitter.com/nge2ZS0yRl
— ICC (@ICC) July 11, 2023
આ પણ વાંચો : WI vs IND: પૂજારા અને શમીની જગ્યાએ કોણ રમશે? અજિંક્ય રહાણેએ આપ્યો સંકેત
બેટિંગમાં ફ્લોપ રહી શેફાલી
પોતાનો તોફાની બેટિંગ માટે પ્રખ્યાત શેફાલી આ મેચમાં બેટિંગમાં ફ્લોપ સાબિત થઈ હતી. છતાં તે ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી હતી. તેણે 14 બોલમાં 19 રન બનાવ્યા હતા. બેટિંગમાં નિષ્ફળ રહેલી શેફાલીએ બોલિંગમાં કમાલ કરી બતાવી હતી. આ મેચમાં શેફાલીએ ત્રણ ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.