ફ્રિ હિટમાં બોલ્ડ થાય તે બોલ ડેડ બોલ ગણાય કે નહી ? જાણીતા અમ્પાયર સિમોન ટફેલે, પાકિસ્તાનીઓને ભણાવ્યા નિયમોના પાઠ

ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ અમ્પાયરોમાં ગણાતા ઓસ્ટ્રેલિયાના સિમોન ટૉફેલે ભારત-પાકિસ્તાન મેચના ડેડ બોલ વિવાદનો સંપૂર્ણ અંત લાવી દીધો છે. સિમોન ટૉફેલે સમજાવ્યું કે અમ્પાયરોનો નિર્ણય કેવી રીતે સાચો હતો. મેચ હાર્યા બાદ, પાકિસ્તાનીઓ દ્વારા, સોશિયલ મીડિયામાં અમ્પાયરને સતત કહી રહ્યા છે કે ડેડબોલ જાહેર ના કર્યો તે નિર્ણય ખોટો છે.

ફ્રિ હિટમાં બોલ્ડ થાય તે બોલ ડેડ બોલ ગણાય કે નહી ? જાણીતા અમ્પાયર સિમોન ટફેલે, પાકિસ્તાનીઓને ભણાવ્યા નિયમોના પાઠ
Umpire Simon Tafel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:51 PM

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં ભારત સામે (IND vs PAK) 4 વિકેટે હારી ગયું હતું. મેચની છેલ્લી ઓવરમાં ઘણો ઉતાર ચડાવ જોવા મળ્યો. તો મેચમાં ક્રિકેટના નિયમોને પણ નિશાને લેવાનો પ્રયાસ થયો હતો. ભારતને છેલ્લા ત્રણ બોલમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. વિરાટ કોહલીએ (Virat Kohli) મોહમ્મદ નવાઝના (Mohammad Nawaz) બોલ પર સિક્સર ફટકારી હતી. જો કે આ બોલ નિર્ધારિત ઉંચાઈ કરતા ઉચો હોવાથી નો બોલ માગ્યો હતો. ફિલ્ડ પરના અમ્પાયરોએ વિરાટની માંગને સ્વીકારીને નો બોલ આપ્યો હતો. જો કે વિરાટ ફ્રી હિટ બોલ પર બોલ્ડ થયો પરંતુ બોલ થર્ડ મેન તરફ ગયો. ભારતીય બેટ્સમેનોએ એ દરમિયાન દોડીને ત્રણ રન લીધા હતા. ત્યારથી પાકિસ્તાની ચાહકો સતત અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ કહે છે કે બોલ વિકેટ સાથે અથડાયા પછી જ તેને ડેડબોલ જાહેર કરી દેવો જોઈતો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

સિમોન ટૉફેલ દ્વારા શીખવવામાં આવ્યા પાઠ

ઓસ્ટ્રેલિયાના જાણીતા અમ્પાયર સિમોન ટોફેલની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ અમ્પાયરોમાં થાય છે. તેંણે આ વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. ટૉફેલે LinkedIn પર લખ્યું, “MCG ખાતે ભારત અને પાકિસ્તાનની મેચની રોમાંચક સમાપ્તિ પછી, ઘણા લોકોએ મને ફ્રી હિટ પર કોહલીના આઉટ થયા પછી ભારત દ્વારા બનાવેલા રનને નિયમોના આધારે સમજાવવા કહ્યું હતું.”

સાઈન ટૉફેલે આનો ખુલાસો કર્યો અને લખ્યું – બોલ સ્ટમ્પ પર અથડાઈને થર્ડ મેન પાસે ગયો અને બેટ્સમેનો ત્રણ રન માટે દોડી ગયા પછી, અમ્પાયરે બાયનો સંકેત આપવાનો યોગ્ય નિર્ણય લીધો. સ્ટ્રાઈકરને ફ્રી હિટ પર બોલ્ડ કરી શકાતો નથી અને તેથી વિકેટ સાથે અથડાયા પછી પણ બોલ ડેડ થતો નથી. બોલ હજુ પણ રમતમાં (જીવંત) ગણાય છે.

સતત 5 વર્ષ સુધી શ્રેષ્ઠ અમ્પાયર

ઓસ્ટ્રેલિયાના 51 વર્ષીય સિમોન ટૉફેલને સતત પાંચ વર્ષ સુધી વિશ્વના સર્વશ્રેષ્ઠ અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને 2004 થી 2008 સુધી સતત આ એવોર્ડ મળ્યો હતો. વિશ્વના સર્વશ્રેષ્ઠ અમ્પાયર તરીકે સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર અમ્પાયર પણ છે. 1999 માં, માત્ર 28 વર્ષની ઉંમરે, તેમણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચોમાં અફિશિએશન કર્યું. 2012માં તેણે છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય મેચમાં મેદાન માર્યું હતું. જે બાદ તેણે ICCમાં અમ્પાયરોને પણ તાલીમ આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">