એશિયા કપ પહેલા બાબર આઝમ ખરાબ રીતે ફસાયો, ભારત સામે પાકિસ્તાની કેપ્ટનની થશે કસોટી
એશિયા કપ શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ મોટી મુશ્કેલીમાં છે. તે પરેશાન છે, તેની એક મોટી નબળાઈ પકડાઈ ગઈ છે, જેનો ફાયદો ભારત એશિયા કપ અને વર્લ્ડ કપમાં લઈ શકે છે.
બાબર આઝમ (Babar Azam), એ નામ જે વિશ્વ ક્રિકેટ પર ઝડપથી પ્રભુત્વ જમાવી રહ્યું છે. જે ખેલાડીની ટેકનિકના મોટા ક્રિકેટ એક્સપર્ટ ફેન છે. જે ખેલાડીની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવી રહી છે. તે એશિયા કપ (Asia Cup 2023) પહેલા મુશ્કેલીમાં છે. બાબર આઝમની મુશ્કેલી એટલી મોટી છે કે તે લાચાર દેખાઈ રહ્યો છે.
બાબર સાથે ખરેખર શું થયું છે?
જ્યારથી બાબર આઝમે શ્રીલંકાની ધરતી પર પગ મૂક્યો છે, ત્યારથી તેની સાથે કંઈક અલગ જ થઈ રહ્યું છે. બાબર આઝમ એક મહિનાથી વધુ સમયથી શ્રીલંકામાં છે અને આ દરમિયાન તેને મોટી નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે. બાબરની નિષ્ફળતા પાકિસ્તાન માટે મોટું ટેન્શન છે અને એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર છે.
બાબરની ટેકનિક પર સવાલો ઉઠયા
શ્રીલંકામાં બાબરની ટેકનિક પર સવાલો ઉઠી રહ્યા છે. બાબરનો સ્વભાવ પણ પહેલા જેવો દેખાતો નથી. ઉપરાંત, બાબર જે પ્રદર્શન માટે જાણીતો હતો તે પણ અદૃશ્ય થઈ ગયો છે. છેલ્લા એક મહિનામાં શ્રીલંકામાં બાબર સાથે ઘણું બધું બન્યું છે જે કોઈપણ બેટ્સમેનના ઉત્સાહને તોડી શકે છે.
Babar Azam, in Lanka Premier League 2023, played 8 matches and scored 261 runs with an excellent Hundred. Finished as the Top Run Scorer of the Tournament So far.#BabarAzam #LPL2023 #BabarAzam pic.twitter.com/59VqGnlIPN
— Shaharyar Ejaz (@SharyOfficial) August 15, 2023
શ્રીલંકામાં બાબરનું ખરાબ ફોર્મ
શ્રીલંકામાં બાબરનું બેટ શાંત રહ્યું છે. બાબર શ્રીલંકામાં 10 વખત બેટિંગ કરવા આવ્યો અને તેમાંથી બાબર 8 વખત નિષ્ફળ ગયો. બાબરે પ્રથમ વખત શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી રમી હતી. બંને ટેસ્ટ મેચમાં તે અડધી સદી પણ ન ફટકારી શક્યો. પાકિસ્તાની ટીમનો કેપ્ટન ગાલેમાં 13 અને 24 રન જ બનાવી શક્યો હતો, જ્યારે બાબરે કોલંબો ટેસ્ટમાં 39 રન બનાવ્યા હતા.
લંકા પ્રીમિયર લીગમાં બાબરનું પ્રદર્શન
ટેસ્ટ શ્રેણી સમાપ્ત થઈ અને બાબરે લંકા પ્રીમિયર લીગમાં રમવાનું સહૃ કર્યું. જો કે, તેની નિષ્ફળતા સફળતામાં ફેરવાઈ ન હતી. બાબર આઝમ કોલંબો સ્ટ્રાઈકર્સ તરફથી રમતા પહેલી જ મેચમાં ફ્લોપ રહ્યો હતો. તેના બેટમાંથી માત્ર 7 રન નીકળ્યા હતા. આ પછી બાબરે અડધી સદી ફટકારી હતી પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ ઘણો ઓછો હતો.
સદી ફટકાર્યા બાદ ફરી ફ્લોપ
7 ઓગસ્ટે બાબર આઝમે સદી પણ ફટકારી હતી અને એવું લાગી રહ્યું હતું કે હવે પાકિસ્તાની કેપ્ટન પોતાના રંગમાં આવી ગયો છે, પરંતુ સદી પછી જે બન્યું તેનાથી પાકિસ્તાની ટીમ અને તેના ચાહકોની ચિંતા વધી ગઈ. બાબરને પછીની ચાર ઇનિંગ્સમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તે 4 ઈનિંગ્સમાં માત્ર 50 રન જ બનાવી શક્યો હતો. બાબરની નિષ્ફળતાને કારણે તેની ટીમ કોલંબો સ્ટ્રાઈકર્સ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.
Babar Azam and Colombo Strikers are eliminated from Lanka Premier League 2023
Naseem Shah, Iftikhar Ahmed, Mohammad Nawaz and Imam Ul Haq are also knocked out #LPL2023 #LPLT20 pic.twitter.com/7bVU5zOf1E
— Farid Khan (@_FaridKhan) August 15, 2023
બાબર આઝમની નબળાઈ
બાબર આઝમે લંકા પ્રીમિયર લીગમાં તેની છેલ્લી ચાર મેચોમાં ઝડપી બોલરોને વિકેટો આપી હતી. આ ચારેય બોલરોએ બાબરને પાંચ વાર બોલ્ડ કર્યો હતો જ્યારે એક વખત સ્લિપ ફિલ્ડર અને બે વાર વિકેટ કીપરના હાથે કેચ આઉટ થયો હતો. લંકા પ્રીમિયર લીગની 6 મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 120થી ઓછો હતો. ત્રણ વખત તે 100ના સ્ટ્રાઈક રેટને પણ સ્પર્શી શક્યો નહોતો.
બાબર માટે કયો ભારતીય બોલર ખતરો છે?
જો બાબર આઝમને બોલ બહાર જવાથી મુશ્કેલી થઈ રહી છે તો ભારતનું સમગ્ર પેસ બોલિંગ એટેક તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, આ તમામ બોલરો બોલને બહાર અને અંદર બંને તરફ લાવવામાં પારંગત છે. આ સિવાય બાબરને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવની બોલિંગનો સામનો કરવામાં પણ સમસ્યા છે. કુલદીપે બાબરને બે વાર આઉટ કરી ચૂક્યો છે. ભારતીય ટીમના બોલરો લંકા પ્રીમિયર લીગમાં બાબર આઝમની વિકેટ પેટર્ન પર ચોક્કસપણે ધ્યાન આપશે અને તે મુજબ તેની સામે પ્લાન તૈયાર કરશે.
આ પણ વાંચો : એશિયા કપ પહેલા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક લીધી નિવૃત્તિ
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને થશે ફાયદો
જો તમે વિચારતા હશો કે બાબર લંકા પ્રીમિયર લીગ રમી રહ્યો હતો જે T20 ફોર્મેટ છે અને એશિયા કપ ODI ફોર્મેટમાં યોજાવાનો છે. તો આવી સ્થિતિમાં બાબર આઝમને કોઈ વાંધો નહીં હોય. પરંતુ એક વાત જાણી લો, ફોર્મેટ ગમે તે હોય, જો બેટ સાથે ફોર્મ ના હોય તો રન બનાવવા મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈક બાબર સાથે પણ થઈ રહ્યું છે. તે અત્યારે બેટિંગમાં ઘણી બધી ભૂલો કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયા એશિયા કપમાં તેનો ફાયદો ઉઠાવી શકે છે.