AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપ પહેલા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક લીધી નિવૃત્તિ

પાકિસ્તાન માટે 2011, 2015 અને 2019નો વર્લ્ડ કપ રમનાર વહાબની નિવૃત્તિ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે 2023ના વર્લ્ડ કપમાં રમતા જોવા નહીં મળે. એશિયા કપ પહેલા અચાનક તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

એશિયા કપ પહેલા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક લીધી નિવૃત્તિ
Wahab Riaz
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:37 PM
Share

પાકિસ્તાન (Pakistan)ના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે (Wahab Riaz) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે, તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. પરંતુ, તેણે તાત્કાલિક અસરથી તેની 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાની બોલર વહાબ રિયાઝે લીધી નિવૃત્તિ

વહાબે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 91 વનડે અને 36 T20 મેચ રમી છે. તેણે તેની છેલ્લી મેચ વર્ષ 2020માં રમી હતી. આપને જણાવી દઈએ કે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં વહાબે વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે તેની નિવૃત્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે 2023નો વર્લ્ડ કપ નહીં રમે. વહાબ પાકિસ્તાન માટે 2011, 2015 અને 2019નો વર્લ્ડ કપ રમ્યો છે.

વહાબ રિયાઝે ટ્વીટ કરી આપી જાણકારી

વહાબ પાકિસ્તાન સુપર લીગ 2023માં પેશાવર ઝાલ્મી તરફથી રમતો જોવા મળ્યો હતો. તે હાલમાં જ પાકિસ્તાનના રાજકારણમાં જોડાયો છે અને આ વર્ષે જાન્યુઆરીથી ત્યાં પંજાબ પ્રાંતના રમતગમત મંત્રીની ભૂમિકા ભજવી રહ્યો છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે ટ્વીટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે માહિતી આપી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો

વહાબે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. તે પોતાની શાનદાર કારકિર્દી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છે. તેણે પોતાના કોચ અને સાથી ખેલાડીઓનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો : એશિયા કપમાં કે.એલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવા અંગે રવિ શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન

વહાબનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં વહાબ રિયાઝે પાકિસ્તાન માટે 34.50ની એવરેજથી 83 વિકેટ લીધી છે. ODI ક્રિકેટમાં તેણે 34.30ની એવરેજથી 120 વિકેટ લીધી છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં વહાબે 28.55ની એવરેજથી 34 વિકેટ લીધી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">