AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Record: બાબર આઝમે બનાવ્યો વધુ એક રેકોર્ડ પણ વિરાટ કોહલીથી રહી ગયો પાછળ

વિશ્વ અને લીગ ક્રિકેટમાં લગભગ દરેક મેચમાં એક નવો રેકોર્ડ બનતો હોય છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન બાબાર આઝમે પોતાના નામે એક નવો રેકોર્ડ કરી લીધો છે. બાબરે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 12000 રનનો આંક હાંસિલ કરી લીધો છે અને સૌથી ઓછી ઇનિંગમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે એશિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે.

Cricket Record: બાબર આઝમે બનાવ્યો વધુ એક રેકોર્ડ પણ વિરાટ કોહલીથી રહી ગયો પાછળ
Babar Azam 2nd fastest Asian to score 12000 international runs
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 3:23 PM
Share

ક્રિકેટ જગતમાં હાલમાં આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રમત ચાલી રહી છે અને તેમાં અનેક રેકોર્ડ બનતા રહેતા હોય છે. આ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12000 રનનો આંક પ્રાપ્ત કરી લીધો છે અને સૌથી ઓછી ઈનિંગમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે એશિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે.

બાબર ભલે આ રેકોર્ડ બનાવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે પણ તે ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના હાલના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીથી આગળ નીકળી શક્યો નથી. વિરાટ કોહલી હજુ પણ આ વાતમાં બાબરથી આગળ છે.

આ પણ વાંચો : IPL 2023: સંજૂએ સતત ચોથી વખત ધોનીને આપી માત, 7 મેચમાંથી 6માં મેળવી જીત, એક વાતમાં આજે પણ ધોની આગળ

277 ઈનિંગમાં પૂરા કર્યા 12000 આંતરરાષ્ટ્રીય રન

બાબરે 12000 આંતરરાષ્ટ્રીય રન 277 ઇનિંગમાં પૂરા કર્યા છે તો વિરાટ કોહલીએ આ આંકડો 276 ઇનિંગમાં પ્રાપ્ત કર્યો હતો. બાબરે આ વાતમાં ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. તે સચિનની સરખામણીમાં આ આંકડા પર ઓછી ઈનિંગમાં પહોંચ્યો છે. નોંધપાત્ર છે કે વિશ્વ ક્રિકેટની જો વાત કરીએ તો વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ક્રિકેટર વિવ રિચાર્ડ્સ સૌથી ઓછી 255 ઈનિંગમાં 12000 રન કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.

એશિયામાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર બેટ્સમેન (ઈનિંગમાં)

  1. વિરાટ કોહલી-276
  2. બાબર આઝમ-277
  3. જાવેદ મિંયાદાદ-284
  4. સચિન તેંડુલકર-288
  5. સુનીલ ગાવસ્કર-289

વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર બેટ્સમેન (ઈનિંગમાં)

  1. વિવ રિચાર્ડ્સ -255
  2. હાશિમ આમલા-264
  3. સ્ટીવ સ્મિથ- 269
  4. જો રૂટ- 275
  5. વિરાટ કોહલી- 276
  6. બાબર આઝમ-277

આ પણ વાંચો : IPL 2023: અર્શદીપ સિંહ અને હરપ્રીત બરાર સાથે મળીને ‘ગબ્બર’ શિખર ધવને કર્યા ભાંગડા, જુઓ Video

પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે જીત

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે શ્રેણી પાકિસ્તાનમાં રમાઈ રહી છે. જેમાં પ્રથમ વનડે મેચ ગુરૂવારે રાવલપિંડી ખાતે રમાઇ હતી. આ મેચમાં બાબર આઝમે 49 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવી 288 રન કર્યા હતા અને જવાબમાં પાકિસ્તાને 5 વિકેટ ગુમાવી 48.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને 117 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરેલ મિચેલે સદી ફટકારી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">