AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ માત્ર 38 બોલમાં જ બાંગ્લાદેશ સામે 8 વિકેટે મેચ જીતી લીધી હતી, બાંગ્લા ટીમની ટૂર્નામેન્ટની સફર સમાપ્ત

ઓસ્ટ્રેલિયાને પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાને પાછળ છોડવા માટે આ મેચમાં મોટી જીતની જરૂર હતી અને ટીમે તે કામ માત્ર 38 બોલમાં મેચ સમાપ્ત કરીને કર્યું હતું.

T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ માત્ર 38 બોલમાં જ બાંગ્લાદેશ સામે 8 વિકેટે મેચ જીતી લીધી હતી, બાંગ્લા ટીમની ટૂર્નામેન્ટની સફર સમાપ્ત
Australia Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:10 PM
Share

ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં ઓસ્ટ્રેલિયા (Ausralia) એ તેની ચોથી મેચમાં બાંગ્લાદેશ (Bangladesh) ને 8 વિકેટે હરાવ્યું હતું. સેમિફાઇનલમાં પહોંચવાની રેસમાં સાઉથ આફ્રિકા સાથે ટક્કર આપી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં મોટી જીતની રાહ જોઈ રહી હતી. ટીમના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા (5/19)એ જીતનો પાયો નાખ્યો અને બાંગ્લાદેશ માત્ર 73 રનમાં સમેટાઇ ગયુ હતુ. કેપ્ટન એરોન ફિન્ચ (40 રન, 20 બોલ) ની તોફાની ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય માત્ર 38 બોલ (6.2 ઓવર)માં સરળતાથી પાર કરી લીધું હતું.

આ મોટી જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 2 પોઈન્ટ મેળવીને સાઉથ આફ્રિકાની બરાબરી કરી હતી. જ્યારે નેટ રન રેટમાં પણ જબરદસ્ત સુધારો કરીને આફ્રિકન ટીમને પછાડીને બીજું સ્થાન મેળવ્યું હતું. બાંગ્લાદેશની સફર સુપર-12 રાઉન્ડમાં સતત 5 હાર સાથે નિરાશાજનક રીતે સમાપ્ત થઈ ચૂકી છે.

પોતાના માટે પહેલો T20 વર્લ્ડ કપ જીતવાની આશામાં, ઓસ્ટ્રેલિયાએ પાછલી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને સારી રીતે પરત ફર્યુ હતુ. તેણે ગ્રુપમાં સૌથી ખરાબ ટીમ સામે જીત મેળવી હતી એટલું જ નહીં, પણ સેમિફાઈનલની રેસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. કર્યું ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ તરફથી 74 રનનો ટાર્ગેટ 8.1 ઓવરમાં હાંસલ કરવાનો હતો. જેના કારણે ટીમ દક્ષિણ આફ્રિકાના નેટ રન રેટથી આગળ નીકળી શકી હોત.

આવી સ્થિતિમાં કેપ્ટન ફિન્ચે ક્રિઝ પર આવતાની સાથે જ સિક્સરનો વરસાદ કર્યો હતો. ફિન્ચે માત્ર 20 બોલમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારીને 40 રન ફટકારીને ટીમને માત્ર 5 ઓવરમાં 58 રન સુધી પહોંચાડી દીધી હતી. આ પછી મિચેલ માર્શે માત્ર 5 બોલમાં અણનમ 16 રનની ઇનિંગ રમીને ટીમને શાનદાર જીત અપાવી હતી.

રેકોર્ડ જીત સાથે ઓસ્ટ્રેલિયા મજબૂત

ઓસ્ટ્રેલિયાએ આ મેચ 82 બોલ બાકી રાખીને જીતી લીધી હતી. જે બોલ બાકી હોવાના સંદર્ભમાં ટી20 ક્રિકેટમાં તેની સૌથી મોટી જીત છે, જ્યારે બાંગ્લાદેશની સૌથી મોટી હાર છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાના પણ દક્ષિણ આફ્રિકાની બરાબરી પર 6 પોઈન્ટ થઈ ગયા છે અને બંને ટીમો 4-4 મેચ રમી છે. ઑસ્ટ્રેલિયાના નેટ રન રેટમાં જબરદસ્ત સુધારો થયો છે. તે હવે દક્ષિણ આફ્રિકા (+0.742) ને +1.031 પર વટાવી ગયો છે. આ કારણે ઓસ્ટ્રેલિયા ગ્રુપ 1માં ઈંગ્લેન્ડ પછી બીજા સ્થાને છે.

ઝમ્પા હેટ્રિક ચૂકી ગયો, પરંતુ બાંગ્લાદેશને પરાસ્ત કર્યુ

એડમ ઝમ્પાએ 24 બોલમાં બાંગ્લાદેશની અડધી ટીમને આઉટ કરી દીધી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના ત્રીજા બોલ પર મિચેલ સ્ટાર્કે ઓપનર લિટન દાસ (0)ને બોલ્ડ કર્યો હતો. અહીંથી શરૂ થયેલી વિકેટોની સીલસીલો અટક્ય નહોતો.

જાણીતા લેગ-સ્પિનર ​​એડમ ઝમ્પાએ પોતાની સ્પિન વડે તબાહી મચાવી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને બાંગ્લાદેશની ઇનિંગ્સને માત્ર 73 રનમાં સમેટી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન ઝમ્પાને હેટ્રિકની શાનદાર તક મળી હતી, પરંતુ વિકેટકીપર મેથ્યુ વેડે તસ્કીન અહેમદનો કેચ છોડ્યો હતો. આ જ ઓવરમાં ઝમ્પાએ છેલ્લી બે વિકેટ લીધી અને બાંગ્લાદેશ સામે T20 ક્રિકેટમાં 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો.

આ પણ વાંચોઃ Ind Vs Pak: હવે ભારત-પાકિસ્તાન ટેસ્ટ મેચ રમાડવાની માંગ થવા લાગી, બે દિગ્ગજોએ ICC ને આપ્યો સંદેશ ક્યાં કેવી રીતે રમાડી શકાય

આ પણ વાંચોઃ  T20 World Cup 2021: ઋષભ પંત એક હાથે છગ્ગા લગાવે છે એ વાત આ દિગ્ગજ ગળે ઉતરતી નથી, કહ્યુ બંધ કરો આમ કહેવાનુ

g clip-path="url(#clip0_868_265)">