AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ઋષભ પંત એક હાથે છગ્ગા લગાવે છે એ વાત આ દિગ્ગજ ગળે ઉતરતી નથી, કહ્યુ બંધ કરો આમ કહેવાનુ

ઋષભ પંત (Rishabh Pant) તો દુનિયાનો કોઈ ક્રિકેટર એક હાથે સિક્સર મારી શકે નહીં. આ પાછળનું કારણ જણાવતા આ દિગ્ગજે લોકોને આમ બોલવાનું બંધ કરવા કહ્યું.

T20 World Cup 2021: ઋષભ પંત એક હાથે છગ્ગા લગાવે છે એ વાત આ દિગ્ગજ ગળે ઉતરતી નથી, કહ્યુ બંધ કરો આમ કહેવાનુ
Rishabh Pant
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 5:32 PM
Share

ટીમ ઈન્ડિયા (Team India) ના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) એક હાથે સિક્સર ફટકારે છે. આ વાત આખી દુનિયા જાણે છે. સ્વીકારે છે. મેચ બાય મેચ તેમને આમ કરતા જુએ છે. પરંતુ, હજુ પણ ભારતના એક દિગ્ગજ ક્રિકેટર છે, જે તેની સાથે સહમત નથી. આ દિગ્ગજ અન્ય કોઈ નહીં પરંતુ ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) છે. ગંભીરે કહ્યું કે ઋષભ પંત તો ઠીક દુનિયાનો કોઈ પણ ક્રિકેટર એક હાથે સિક્સર મારી શકે નહીં. આ પાછળનું કારણ જણાવતા તેણે લોકોને આવી ચર્ચા કરવાનુ બંધ કરવાનું કહ્યું છે.

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ઋષભ પંતે 13 બોલમાં 207.69ના સ્ટ્રાઈક રેટથી 27 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં 3 સિક્સ અને માત્ર 1 ફોર સામેલ હતી. પંતે આ તમામ છગ્ગા તેની પરિચિત શૈલીમાં એટલે કે એક હાથે ફટકાર્યા હતા. પરંતુ ગંભીરના મતે, તે ફક્ત એક હાથે છગ્ગા જેવું લાગે છે. પરંતુ આવું થતું નથી.

કોઈ બેટ્સમેન એક હાથે સિક્સર મારી શકે નહીં- ગંભીર

ગૌતમ ગંભીરે ભારત-અફઘાનિસ્તાન મેચ પછી એક સ્પોર્ટ્સ શોમાં કહ્યું, જો તમે ઋષભ પંતને સિક્સર મારતા જુઓ છો, તો જ્યાં સુધી તે શોટ છૂટે નહીં ત્યાં સુધી તે બેટથી પોતાનો હાથ છોડતો નથી. તેથી ઋષભ પંત એક હાથે સિક્સર મારે છે તે કહેવું ખોટું છે. પંત, દુનિયાનો કોઈ બેટ્સમેન એક હાથે સિક્સર મારી શકે નહીં.

4 છગ્ગા…બધા એક હાથે

T20 વર્લ્ડ કપ 2021માં પંતે અત્યાર સુધીમાં 4 સિક્સર ફટકારી છે અને ચારેય સિક્સર એક હાથે ફટકારી છે. એવું નથી કે તે આ સિક્સરો અચાનક ફટકારે છે, પરંતુ તે પહેલા તે નેટ્સમાં પ્રેક્ટિસ પણ કરે છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં ઋષભ પંતે હાર્દિક પંડ્યા સાથે 21 બોલમાં 63 રનની અણનમ ભાગીદારી કરી હતી.

આ ભાગીદારીમાં હાર્દિક પંડ્યાનું યોગદાન 13 બોલમાં 35 રનનું હતું. પંડ્યાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા હતા. T20 વર્લ્ડ કપ 2021માં હાર્દિક પંડ્યા પ્રથમ વખત તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો. આ મેચમાં ભારતે કુલ 210 રન બનાવ્યા હતા. પરંતુ, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 66 રને જીતી લીધી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: રવિન્દ્ર જાડેજાએ 3 મીટર ની દોટ મુકી ડાઇવ લગાવી ઝડપેલા કેચને નોટ આઉટ આપવા પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો, કહ્યુ નિયમ બદલો

આ પણ વાંચોઃ Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યા વિકલ્પ તરીકે સૌરાષ્ટ્રના ચિરાગ જાની સહિત વિજય શંકર અને વેંકટેશ ઐય્યર ટીમ ઇન્ડિયાની પસંદગી માટે નજરમાં રહેશે

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">