AUS vs SA WTC Final : ભારતમાં તમે ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો, લાઈવ સ્ટ્રીમિંગ સંબંધિત તમામ માહિતી અહીં જાણો
WTC 2023-25ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. બંન્ને ટીમ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો જાણો WTC Final તમે ભારતમાં ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 11 જૂનથી લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. બંન્ને ટીમની નજર આ મેચ જીતવા પર છે.ઓસ્ટ્રેલિયાની ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં રમવા માટે મેદાનમાં ઉતરશે. તો સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વખત WTCના ફાઈનલમાં પહોંચવા કામયાબ રહી છે,વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનસીપની શરુઆત વર્ષ 2019થી થઈ હતી. આ ટૂર્નામેન્ટની ત્રીજી ફાઈનલ છે.
ઓસ્ટ્રેલિયા પાસે સતત બીજી વખત ખિતાબ જીતવાની તક
2021માં રમાયેલી પહેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી ખિતાબ જીત્યો હતો. 2021-23 ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હાર આપી હતી. ત્યારે હવે ઓસ્ટ્રેલિયા પાસે સતત બીજી વખત ખિતાબ જીતવાની તક છે. સાઉથ આફ્રિકાની ટીમ આ મેચ જીતી પહેલો આઈસીસી ખિતાબ પોતાને નામ કરવા માંગશે.
View this post on Instagram
AUS vs SA: WTC 2025 ફાઈનલ મેચની લાઈવ સ્ટ્રીમિંગ સાથે જોડાયેલી તમામ વિગતો જાણો
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચે WTC 2023-25 ની ફાઇનલ મેચ ક્યારે રમાશે?
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC 2023-25 ની ફાઇનલ મેચ 11 જૂનથી રમાશે.
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચે WTC 2023-25 ની ફાઇનલ મેચ ક્યાં જોઈ શકશો?
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચે WTC 2023-25 ની ફાઇનલ મેચ લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચે WTC 2023-25 ની ફાઇનલ મેચ ક્યારે શરુ થશે?
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચે WTC 2023-25 ની ફાઇનલ મેચ ભારતીય સમયઅનુસાર બપોરના સાડા 3 વાગ્યાથી શરુ થશે, બપોરના 3 કલાકે ટોસ થશે.
View this post on Instagram
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચેની WTC 2023-25 ફાઇનલ તમે કયા ટીવી ચેનલ પર જોઈ શકશો?
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની WTC 2023-25 ફાઇનલ ભારતમાં સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકાશે.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની WTC 2023-25 ફાઇનલની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ઓસ્ટ્રેલિયા અનેસાઉથ આફ્રિકા વચ્ચેની WTC 2023-25 ફાઇનલની લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર થશે.