AUS vs ENG: વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ફરીથી પરાસ્ત, ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે શ્રેણી ગુમાવી

આ ODI મેચમાં બંને ટીમોએ તેમના નિયમિત કેપ્ટનની ગેરહાજરીમાં પ્રવેશ કર્યો હતો. જોશ હેઝલવુડે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી જ્યારે ઈંગ્લેન્ડની જવાબદારી મોઈન અલી પાસે હતી.

AUS vs ENG: વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ફરીથી પરાસ્ત, ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે શ્રેણી ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પર કબ્જો કર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 6:25 PM

બે દિવસ, બે નવા કેપ્ટન અને બે જીત. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ODI ક્રિકેટમાં નવા યુગમાં પ્રવેશ કરી, સતત બીજી ODIમાં જીત સાથે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણી 2-0 થી જીતી લીધી. નવા કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં, તેના સાથી ઝડપી બોલર જોશ હેઝલવુડે ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું અને યજમાનોએ 40 ઓવર પહેલા વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 72 રનથી હરાવ્યું.

બે દિવસ પહેલા એડિલેડમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. બંને ટીમો પોતાના કેપ્ટન વિના મેચમાં ઉતરી હતી. મોઈન અલીએ ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની સર્વશ્રેષ્ઠ ઈનિંગના આધારે 280 રન બનાવ્યા હતા, જે બાદ સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની સામે ઈંગ્લિશ ટીમ માત્ર 208 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

સ્ટાર્કની પ્રથમ ઓવરમાં જ કહેર વરસ્યો

ઇંગ્લેન્ડની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અને સ્ટાર્કે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલ જેસન રોય (0) બીજા બોલ પર કેચ આઉટ થયો હતો જ્યારે છેલ્લી મેચમાં જબરદસ્ત સદી ફટકારનાર ડેવિડ મલાન (0) પાંચમા બોલ પર બોલ્ડ થયો હતો. સ્ટાર્કનો આ બોલ માત્ર ઝડપી ન હતો, પરંતુ તે આશ્ચર્યજનક રીતે આઉટ સ્વિંગ થયો અને મિડલ સ્ટમ્પ પર પડતાં ઓફ-સ્ટમ્પ લઈ ગયો. ફિલ સોલ્ટ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બિલિંગ્સ-વિન્સનો પ્રયાસ નિરર્થક

અહીંથી જેમ્સ વિન્સ અને સેમ બિલિંગ્સે ઈંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન બટલરની ગેરહાજરીને કારણે ઈંગ્લિશ ટીમની બેટિંગ નબળી જણાઈ રહી હતી, પરંતુ આ બંને બેટ્સમેનોએ ટીમને ટાર્ગેટ તરફ લઈ જઈને ચોથી વિકેટ માટે 122 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન હેઝલવુડે વિન્સને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી, જે પછી સ્ટાર્ક (4/47) અને લેગ-સ્પિનર ​​એડમ ઝમ્પા (4/47)એ નીચલા ક્રમને સ્થાયી કરવામાં લાંબો સમય લીધો ન હતો.

સ્મિથ સદીથી ચૂકી ગયો

આ પહેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી રહી ન હતી. એડિલેડમાં જોરદાર બેટિંગ કરનાર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડની જોડી આ વખતે 43 રનમાં પેવેલિયન પરત ફરી હતી. આવી સ્થિતિમાં, સ્ટીવ સ્મિથ ટીમ માટે આગળ ઊભો હતો, જેને માર્નસ લાબુશેનનો સારો સાથ મળ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી થઈ હતી. આનાથી ઓસ્ટ્રેલિયાને સારો પાયો મળ્યો, જેના આધારે સ્મિથ અને મિશેલ માર્શે મજબૂત સ્કોર બનાવ્યો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">