માત્ર 6 દિવસમાં બદલાઈ ગયું પાકિસ્તાનનું નસીબ, બાબર-રિઝવાને મેચ સાથે સિરીઝ પણ હરાવી

|

Nov 16, 2024 | 9:01 PM

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમને 13 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ આ મેચમાં ટીમની હારનું મુખ્ય કારણ હતા. આ બંને ખેલાડીઓ સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા.

માત્ર 6 દિવસમાં બદલાઈ ગયું પાકિસ્તાનનું નસીબ, બાબર-રિઝવાને મેચ સાથે સિરીઝ પણ હરાવી
Babar Azam & Mohammad Rizwan
Image Credit source: ICC/ICC via Getty Images

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત ODI શ્રેણીથી થઈ હતી. પાકિસ્તાને આ શ્રેણી 2-1થી જીતી હતી. પરંતુ પાકિસ્તાની ટીમ ત્રણ મેચની T20 શ્રેણીમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નથી. સિરીઝની પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ આ સિરીઝ હારી ગઈ છે. સિરીઝની બીજી મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. મેચની શરૂઆતમાં બોલરોના સારા પ્રદર્શન બાદ બેટ્સમેનોએ ઘણા નિરાશ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 148 રનનો ટાર્ગેટ આપ્યો

ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનરોએ પણ કેપ્ટનના આ નિર્ણયને સાચો સાબિત કર્યો. મેથ્યુ શોર્ટ અને જેક ફ્રેઝર-મેકગર્કે પ્રથમ 19 બોલમાં 50 રન ઉમેરતા ટીમે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આ પછી પાકિસ્તાનના બોલરોએ મેચમાં ધમાકેદાર વાપસી કરી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 147 રન જ બનાવી શકી હતી.

અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video
Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?

 

હરિસ રઉફે 4 વિકેટ લીધી

મેથ્યુ શોર્ટે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. જ્યારે એરોન હાર્ડીએ 28 રન, ગ્લેન મેક્સવેલે 21 રન અને જેક ફ્રેઝર-મેકગર્કે 20 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. અબ્બાસ આફ્રિદીએ પણ 3 અને સુફીયાન મુકીમે 2 વિકેટ ઝડપી હતી.

બાબર-રિઝવાનની ફ્લોપ બેટિંગ

148 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. બાબર 3 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો અને રિઝવાન 26 બોલમાં 16 રન જ બનાવી શક્યો હતો. આશ્ચર્યજનક વાત એ હતી કે પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં પાકિસ્તાને એક પણ ચોગ્ગો ફટકાર્યો ન હતો. જો કે ઉસ્માન ખાને ટીમને વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

સ્પેન્સર જોન્સની 5 વિકેટ

પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. જ્યારે, ઈરફાન ખાન 37 રન બનાવીને અણનમ રહ્યો, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. આ સિવાય તમામ બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સ્પેન્સર જોન્સને અદભૂત બોલિંગ કરી, તેણે કુલ 5 વિકેટ લીધી. તેના સિવાય એડમ ઝમ્પાએ 2 અને ઝેવિયર બાર્ટલેટે 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IND vs AUS : ‘દીકરાનો જન્મ થયો, હવે પર્થ જાવ…’ રોહિત શર્માને લઈને સૌરવ ગાંગુલીનું ચોંકાવનારું નિવેદન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article