AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023 : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની રાઈવલરીને કેમ કહેવામાં આવે છે ‘Ashes’? જાણો આ રોચક સિરીઝનો ઈતિહાસ

WTC Finalના રોમાંચ બાદ ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક રોમાંચ આવતીકાલે 16 જૂનથી શરુ થવા જઈ રહ્યો છે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ એવી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો Ashes 2023માં એકબીજા સામે ટકરાશે. ચાલો જાણીએ આ Ashesના રસપ્રદ ઈતિહાસ વિશે.

Ashes 2023 : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની રાઈવલરીને કેમ કહેવામાં આવે છે 'Ashes'? જાણો આ રોચક સિરીઝનો ઈતિહાસ
Ashes 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 10:02 PM
Share

Ashes series 2023:   16 જૂનથી રમત જગતની સૌથી મોટી રાઈવલરીની શરુઆત થશે. એકવાર ફરી ઈંગ્લેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો દર વખતે Ashes જીતવા માટે પોતાનું સંપૂર્ણ જોર લગાવી દેતી હોય છે. તેની શરુઆત આ વર્ષે 16 જૂન, શુક્રવારે ઈંગ્લેન્ડના એજબેસ્ટનમાં થશે.

આ પણ વાંચો : ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો એ તોડ્યો 39 વર્ષ જૂનો રેકોર્ડ, સ્મિથ-હેડ-લાબુશેન એ બનાવ્યો આ કિર્તીમાન

શું છે Ashesનો ઈતિહાસ ?

Ashes ઈતિહાસની સૌથી જૂની ક્રિકેટ સિરીઝમાંથી એક છે. આ રોમાંચક સિરીઝની શરુઆત વર્ષ 1882-83માં થઈ હતી. વર્ષ 1882માં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી હતી. આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કાંગારુઓની જીત થઈ હતી. તે સમયે ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર પોતાના ઘરમાં કોઈ ટેસ્ટ સિરીઝ હારી હતી.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમની હાર અંગ્રેજો અને બ્રિટન મીડિયા સહન કરી શકી ના હતી. આ હાર બાદ ઈંગ્લિશ મીડિયાનું એક બોલ્ડ સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું. કાંગારુ સામે મળેલી આ હારને મીડિયા એ ‘ઈંગ્લિશ ક્રિકેટની મૃત્યુ’ ગણાવી હતી. ત્યારથી જ ખરા અર્થમાં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે સૌથી મોટી રાઈવલરીની શરુઆત થઈ હતી.

કોઈ જીતી છે સૌથી વધારે ટેસ્ટ સિરીઝ ?

  • કુલ ટેસ્ટ સિરીઝ – 72
  • ઓસ્ટ્રેલિયાની જીત – 34
  • ઈંગ્લેન્ડની જીત – 32
  • ટેસ્ટ મેચ સિરીઝ – 6

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે હમણા સુધી 72 Ashes ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાંથી 34માં કંગારુઓની અને 32માં ઈંગ્લેન્ડની ટીમની જીત થઈ છે. જ્યારે 6 ચેસ્ટા સિરિઝ ડ્રો રહી છે. આંકડાથી એ વાત સાફ છે કે બંને ટીમ દર વખતે એકબીજાને ટક્કર આપે છે. છેલ્લે 2021-22માં રમાયેલી Ashesમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 4-0થી જીત મેળવી હતી.

આ પણ વાંચો : WI vs IND : ભારતીય ફેન્સને કરવો પડશે ઉજાગરો ! વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝમાં આ સમયે શરુ થશે મેચ

Ashesનો અર્થ શું થાય છે ?

Ashesનો અર્થ રાખ થાય છે. કોઈ વ્યક્તિ કે વસ્તુને આગથી સળગાવ્યા બાદ અંતે જે બચે છે તેને રાખ કહેવાય છે. વર્ષ 1883માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસે જવા પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન એ જણાવ્યું હતું કે અમે Ashes લેવા જઈ રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત થઈ હતી.

ત્રીજી ટેસ્ટમાં મેલબર્નમાં કેટલીક મહિલાઓ એ મળીને બીજા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટંમ્પની બેલ્સની રાખમાંથી ટ્રોફી બનાવી હતી. ત્યારથી જ Ashesની નાનકડી ટ્રોફી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ માટે પ્રતિષ્ઠા માટેની જંગ બની ગઈ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">