બ્રેકિંગ ન્યૂઝ : ગુજ્જુ-મહારાષ્ટ્રીયન ક્રિકેટર્સે એશિયા કપમાં ભારતને અપાવી વિજયી શરુઆત, અફઘાનિસ્તાનની 7 વિકેટથી હાર
અંડર 19 એશિયા કપમાં આજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરીને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે 37 ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો હતો. એશિયા કપમાં ભારતીય ટીમ વિજયી પ્રારંભ કર્યો છે.

દુબઈમાં આજથી અંડર 19 એશિયા કપની શરુઆત થઈ છે. ભારત અને અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ વચ્ચે આજે પહેલી મેચ રમાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. અફઘાનિસ્તાનની ટીમે પહેલી બેટિંગ કરતા 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને 7 વિકેટથી જીત મેળવી છે.
અફઘાનિસ્તની ટીમ પ્રથમ ઈનિંગમાં તમામ 50 ઓવર સુધી રમી હતી. ભારતીય બોલર્સના ધારદાર પ્રદર્શનને કારણે અફઘાનિસ્તાનની ટીમ 173 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. અફઘાનિસ્તાનની ટીમ તરફથી Jamshid Zadranએ સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. તેણે રમેલા 75 બોલમાં તેણે માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો. અફઘાનિસ્તાનની ઈનિંગ દરમિયાન 11 ચોગ્ગા જોવા મળ્યા હતા, પરતુ એક પણ સિક્સર અફઘાની ખેલાડીઓ ફટકારી શક્યા ના હતા.
A remarkable display of dominance made Team India emerge victorious by 7 wickets with more than 10 overs left. Congratulations, team India!#ACCMensU19AsiaCup #ACC pic.twitter.com/k89gWRWsAs
— AsianCricketCouncil (@ACCMedia1) December 8, 2023
#TeamIndia off to a winning start in the #ACCMensU19AsiaCup
They beat Afghanistan by 7 wickets at the ICC Academy Ground in Dubai
Scorecard: https://t.co/4FgkV7W5HW pic.twitter.com/lXrAPruQlM
— BCCI (@BCCI) December 8, 2023
પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલર્સનો કહેર જોવા મળ્યો હતો. નમામ તિવારીએ 10 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ગુજરાતના બીલિમોરાના રહેવાસી રાજ લીંબાણીએ 10 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શિન કુલકર્ણીએ 8 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જયારે મુસીર ખાન અને મુરુગન અભિષેતકે 1-1 વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગમાં ભારતીય બેટર્સે ધમાલ મચાવી હતી. મહારાષ્ટ્રના અર્શિન કુલકર્ણીએ 105 બોલમાં 70 રન ફટકાર્યા હતા. જ્યારે મુશિર ખાને 53 બોલમાં 48 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમની બીજી ઈનિંગમાં કુલ 13 ચોગ્ગા જોવા મળ્યા હતા. બીજી ઈનિંગમાં પણ એક પણ સિક્સર જોવા મળી ના હતી. ભારતીય ટીમે 37.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 174 રન બનાવી અંડર 19 એશિયા કપમાં વિજયી પ્રારંભ કર્યો છે.
ગુજરાત-મહારાષ્ટ્રના ખેલાડીઓ અપાવી જીત
અંડર 19 ભારતીય ટીમના 11 ક્રિકેટર્સે આજે ડેબ્યૂ કર્યુ હતુ. જેમાંથી મહારાષ્ટ્રના અર્શિન કુલકર્ણીએ ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ લેવાની સાથે બીજી ઈનિંગમાં 70 રનની આક્રમક ઈનિંગ પણ રમી હતી. બીજી તરફ બિલીમોરાના રાજ લીંબાણીએ 10 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. નડિયાદના રુદ્ર પટેલ આજે માત્ર 5 રન બનાવી શક્યો હતો. તેણે 10 બોલ રમીને એક ચોગ્ગો પણ ફટકાર્યો હતો.
અંડર 19 એશિયા કપ 2023માં ભારતીય ટીમનું શેડયુલ
- શુક્રવાર, ડિસેમ્બર 8 – ભારત U19 vs અફઘાનિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM
- રવિવાર, ડિસેમ્બર 10 – ભારત U19 vs પાકિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, સવારે 11:00 AM
- મંગળવાર, ડિસેમ્બર 12 – ભારત U19 vs નેપાળ U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM
આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે