AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપ માટે દુબઈ પહોંચી ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન સામેના મુકાબલા પર બધાની નજર

મહિલા એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દુબઈ પહોંચી ગઈ છે. 28 ઓગસ્ટથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર એશિયન ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ સામે ખિતાબ બચાવવાનો નહીં, પરંતુ પાછલી આવૃત્તિની હારનો જવાબ આપવાનો પડકાર પણ રહેશે. ખાસ કરીને પાકિસ્તાન સામેની મેચ પર ચાહકોની નજર રહેશે.

એશિયા કપ માટે દુબઈ પહોંચી ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન સામેના મુકાબલા પર બધાની નજર
Indian Women Cricket TeamImage Credit source: X
| Updated on: Aug 27, 2026 | 8:33 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા એશિયા કપ 2026 માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરશે. BCCIએ ટીમના દુબઈ આગમનની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે અને ખેલાડીઓનો વીડિયો પણ શેર કર્યો છે. 28 ઓગસ્ટથી આઠ ટીમો વચ્ચે T20 ક્રિકેટની જંગ શરૂ થશે.

5 સપ્ટેમ્બરે ભારત vs પાકિસ્તાન

ભારતને ગ્રુપ-Aમાં પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોંગકોંગ સાથે રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા 30 ઓગસ્ટે થાઈલેન્ડ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે મુકાબલો થશે. ગ્રુપ તબક્કાની સૌથી ચર્ચિત મેચ 5 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. મહિલા T20 વર્લ્ડ કપ 2026 બાદ બંને ટીમો પ્રથમ વખત સામસામે આવશે.

ભારત એશિયા કપની સૌથી સફળ ટીમ

ભારત માટે આ ટૂર્નામેન્ટમાં સૌથી મોટો પડકાર પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને જાળવી રાખવાનો રહેશે. ભારત એશિયા કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક છે, પરંતુ 2024ની આવૃત્તિમાં શ્રીલંકાએ ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. હવે હરમનપ્રીત કૌરની ટીમની નજર ફરી એકવાર ખિતાબ જીતવા અને પાછલી હારનો હિસાબ સરભર કરવા પર રહેશે.

13 સપ્ટેમ્બરે ફાઇનલ

ટૂર્નામેન્ટના ફોર્મેટની વાત કરીએ તો કુલ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Bમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સાથે બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા અને યજમાન UAEનો સમાવેશ થાય છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ 10 અને 11 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 13 સપ્ટેમ્બરે યોજાશે.

દુબઈમાં મહિલા T20 એશિયા કપ

આ વખતે મહિલા T20 એશિયા કપ પ્રથમ વખત દુબઈમાં યોજાઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની તમામ 15 મેચ શહેરમાં રમાશે. ભારતે અત્યાર સુધી મહિલા T20 એશિયા કપની પાંચ આવૃત્તિમાં ત્રણ વખત ખિતાબ જીત્યો છે. ટીમમાં હરમનપ્રીત કૌર ઉપરાંત સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ સહિતની સ્ટાર ખેલાડીઓ છે. હવે નજર મેદાન પર ટીમના પ્રદર્શન અને ખાસ કરીને પાકિસ્તાન સામેની ટક્કર પર રહેશે.

IND vs SL: કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના નામે નોંધાયો ખરાબ રેકોર્ડ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">