AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : સંજુ સેમસનની ફિટનેસ પર ઉઠ્યા સવાલ, પ્રેક્ટિસ સેશનમાં લંગડાતો જોવા મળ્યો

દુબઈમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુ સેમસન ટીમના બાકીના ખેલાડીઓથી અલગ ઊભો હતો, જ્યાં બેટિંગ કોચ સિતાંશુ કોટક તેની સાથે હતા. કોટકે તેને થોડા સમય માટે પ્રેક્ટિસ કરાવી હતી પરંતુ આ સમય દરમિયાન સેમસનની સ્થિતિએ ચોક્કસપણે ટીમ ઈન્ડિયાનું થોડું ટેન્શન વધાર્યું હતું.

Asia Cup 2025 : સંજુ સેમસનની ફિટનેસ પર ઉઠ્યા સવાલ, પ્રેક્ટિસ સેશનમાં લંગડાતો જોવા મળ્યો
Sanju SamsonImage Credit source: PTI
| Updated on: Sep 06, 2025 | 10:37 PM
Share

એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલા પણ ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય સંજુ સેમસન રહ્યો છે. ટીમની જાહેરાત થઈ ત્યારથી, દરરોજ સેમસન વિશે કોઈને કોઈ નિવેદન કે સમાચાર આવતા રહે છે. પરંતુ હવે, ટૂર્નામેન્ટ ખૂબ નજીક આવી રહી છે ત્યારે સેમસન વિશેના સમાચાર ટીમ ઈન્ડિયાની ચિંતા વધારવાના છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂઆતના 4 દિવસ પહેલા જ સેમસનની ફિટનેસ પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન સંજુને દુખાવો થતો જોવા મળ્યો હતો અને તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી.

સંજુની ફિટનેસ પર પ્રશ્નાર્થ

આ ટુર્નામેન્ટ પહેલા, ભારતીય T20 ટીમના મોટાભાગના ખેલાડીઓ છેલ્લા 3 મહિનાથી બ્રેક પર હતા અથવા ઘરેલુ લીગ રમી રહ્યા હતા. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા એશિયા કપની તૈયારી માટે 4 સપ્ટેમ્બરના રોજ દુબઈ પહોંચી હતી અને 5 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રેક્ટિસના પહેલા દિવસે ફિટનેસ સંબંધિત કોઈ સમસ્યા જોવા મળી ન હતી, પરંતુ બીજા દિવસે એટલે કે 6 સપ્ટેમ્બરે, જ્યારે ભારતીય ટીમ સાંજે ICC એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા આવી ત્યારે સંજુની ફિટનેસ પર પ્રશ્નાર્થ ઊભો થયો.

લંગડાતો જોવા મળ્યો સંજુ

એક અહેવાલ મુજબ, જ્યારે ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે સેમસન બેટિંગ કોચ સિતાંશુ કોટક સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર, સેમસન કોટક સાથે થોડીવાર ચર્ચા કરી અને પછી થ્રો-ડાઉન કરવા લાગ્યો. જ્યારે સેમસન કોચથી દૂર જઈ રહ્યો હતો, ત્યારે તેને જમણા પગમાં થોડી તકલીફ થઈ રહી હતી અને તે ચાલતી વખતે લંગડાતો હતો. તેને હળવો દુખાવો પણ થતો હતો. એટલું જ નહીં, જ્યારે કોટકે થ્રો-ડાઉન શરૂ કર્યું, ત્યારે સેમસન જે રીતે શોટ રમી રહ્યો હતો તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેને તકલીફ થઈ રહી છે. તે બેટને મુક્તપણે ફેરવી કરી રહ્યો ન હતો.

મેચ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થવાની આશા

લગભગ 10-12 થ્રો-ડાઉન પછી, તેણે તેને રોકવાનું નક્કી કર્યું અને કોટક સાથે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું. સ્વાભાવિક રીતે, સંજુની ફિટનેસનું આ દૃશ્ય ટીમ ઈન્ડિયા માટે પણ તણાવનો વિષય છે કારણ કે છેલ્લા એક વર્ષમાં તે ઉત્તમ ફોર્મમાં છે. તાજેતરમાં કેરળ ક્રિકેટ લીગમાં તેણે 5 ઈનિંગ્સમાં 30 સિક્સર ફટકારી હતી અને તે ફોર્મમાં હતો. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં તેના સ્થાન અંગે ચોક્કસપણે પ્રશ્નો હતા, પરંતુ તેમ છતાં તેનું રમવું નિશ્ચિત લાગતું હતું. આવી સ્થિતિમાં, હવે ટીમ ઈન્ડિયા અને સેમસન પોતે આશા રાખશે કે તે 10 સપ્ટેમ્બરે UAE સામેની તેની પહેલી મેચ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે.

આ પણ વાંચો: એશિયા કપ 2025ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા, ચીનને 7-0થી હરાવ્યું, નવમી વખત ટાઈટલ મેચ રમશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">