IND vs OMA : ટીમ ઈન્ડિયા હવે દુબઈ નહીં, આ મેદાન પર રમશે, જાણો લાઈવ મેચ ક્યાં જોઈ શકશો
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં પોતાનો ત્રીજો મુકાબલો ઓમાન સામે રમશે. આ બંને ટીમો માટે ગ્રુપ સ્ટેજનો અંતિમ મુકાબલો હશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી બે મેચ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી, પરંતુ આ વખતે તેઓ નવા મેદાન પર રમશે. જાણો મેચ લાઈવ ક્યાં જોઈ શકશો.

એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ મજબૂત રહ્યું છે. પહેલી બે ગ્રુપ સ્ટેજ મેચ જીતીને, ભારતીય ટીમે સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ તેના અભિયાનની શરૂઆત UAEને 9 વિકેટથી હરાવીને કરી હતી. ત્યારબાદ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. હવે, ટીમ ઈન્ડિયા તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ ઓમાન સામે રમશે. ઓમાન પહેલાથી જ સુપર ફોરની રેસમાંથી બહાર થઈ ગયું છે, અને આ તેની છેલ્લી મેચ હશે.
મેચ લાઈવ ક્યાં જોઈ શકશો
ભારત અને ઓમાન વચ્ચેની આ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાએ તેની શરૂઆતની બંને ગ્રુપ સ્ટેજ મેચ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી . જોકે ઓમાન સામે તેઓ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમશે. મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, અને ટોસ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યે થશે. ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. સોની લીવ એપ અને વેબસાઈટ પર પણ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
અબુ ધાબીમાં ભારતનો 100% રેકોર્ડ
અબુ ધાબી સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ 100% છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ફક્ત એક જ T20I મેચ રમી છે . આ મેચ 2021ના T20 વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી, જ્યારે ટીમ ઈન્ડિયાનો સામનો અફઘાનિસ્તાન સાથે થયો હતો. ટીમ ઈન્ડિયાએ તે મેચ 66 રનથી જીતી હતી. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખાસ છે કારણ કે આ ટીમ ઈન્ડિયાની 250મી T20I મેચ છે, ભારત પાકિસ્તાન પછી 250 T20I મેચરમનાર બીજી ટીમ બનશે.
ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
ઓમાનની ટીમ
જતિન્દર સિંઘ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફયાન યુસુફ , આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફયાન મહેમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવાલે, ઝિક્રિયા ઈસ્લામ, હસનૈન અલી શાહ, ફૈઝલ શાહ, મુહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.
આ પણ વાંચો: PAK vs UAE : તે રૂમમાં શું થયું ? પાકિસ્તાન અચાનક UAE સામે મેચ રમવા માટે કેમ તૈયાર થયું?
