Ashes 2023: સ્ટીવ સ્મિથની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ નવ હજાર રન કર્યા પૂર્ણ
લોર્ડસ ટેસ્ટમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટેસ્ટમાં 9000 રન પૂર્ણ કરી વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તે ટેસ્ટમાં સૌથી ઝડપી 9000 રનનો માઈલસ્ટોન પૂરો કરનાર ખેલાડી બની ગયો હતો.
ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે એશિઝ સીરિઝની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરતાં 31 રન કરતાની સાથે જ ટેસ્ટમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા. લોર્ડસ ટેસ્ટમાં સ્મિથે આ કમાલ કરી હતી. આ પહેલા એજબેસ્ટન ટેસ્ટની બંને ઇનિંગમાં તે ફ્લોપ રહ્યો હતો અને પહેલી ઇનિંગમાં 16 અને બીજી ઇનિંગમાં 6 રન જ બનાવી શક્યો હતો.
ફાસ્ટેસ્ટ 9000 રન
સ્ટીવ સ્મિથે તેની 99મી ટેસ્ટ મેચમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા અને તે સૌથી ઓછી ટેસ્ટમાં આ માઈલસ્ટોન હાંસલ કરનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા સૌથી ઝડપી નવ હજાર રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના નામે હતો. લારાએ 101મી ટેસ્ટ મેચમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા.
9000 runs in Test cricket for Steve Smith.
Only Kumar Sangakkara (172 inns) has reached the milestone faster than Smith (174 inns). #Ashes
— cricket.com.au (@cricketcomau) June 28, 2023
ઇનિંગ મામલે બીજો સૌથી ઝડપી બેટર
34 વર્ષીય સ્ટીવ સ્મિથે 99મી ટેસ્ટની 174મી ઇનિંગમાં નવ હજાર રન પૂરા કર્યા હતા. તે આ સિદ્ધિ હાંસલ કરનારો બીજો સૌથી ઝડપી બેટર બન્યો હતો. સૌથી ઝડપી નવ હજાર ટેસ્ટ રન બનાવવા મામલે શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સંગાકારા પહેલા ક્રમે છે. કુમાર સંગાકારાએ 172 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય ભારતના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડે 176 ઇનિંગમાં અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાઇન લારા અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 177 ઇનિંગમાં નવ હજાર રન પૂર્ણ કર્યા હતા.
Only Kumar Sangakkara has reached 9000 Test runs in fewer innings than Steve Smith 🔥#ENGvAUS | #Ashes pic.twitter.com/g8FPQrO386
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2023
આ પણ વાંચોઃ Ashes 2023 : લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ડેવિડ વોર્નરનું શાનદાર પ્રદર્શન, 3 વર્ષના દુષ્કાળનો આવ્યો અંત
રિકી પોન્ટિંગનો તોડ્યો રેકોર્ડ
સ્ટીવ સ્મિથ 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ઓસ્ટ્રેલિયન બન્યો હતો. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના 177 ઇનિંગ્સમાં 9000 ટેસ્ટ રન બનાવવાના ઓસ્ટ્રેલિયન રેકોર્ડને તોડી નાખ્યો છે. રિકી પોન્ટિંગે 2006માં ઈંગ્લેન્ડ સામે બ્રિસ્બેનમાં એશિઝ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.