James Anderson, 3rd Ashes Test : જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર, 2 ટેસ્ટ હાર્યા બાદ 3 મોટા ફેરફાર
James Anderson, 3rd Ashes test: ઇંગ્લેન્ડની ટીમ એશિઝ 2023 માં પોતાની શરૂઆતની બંને મેચ હારી ગઇ છે. હવે એક ભૂલના કારણે સંપૂર્ણ શ્રેણી તેના હાથમાંથી જઇ શકે છે. શ્રેણી બચાવવા માટે ઇંગ્લેન્ડે ટીમમાં મોટા ફેરફાર કર્યા છે.

જેમ્સ એન્ડરસન ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર થઇ ગયો છે. ત્રીજા ટેસ્ટ માટેની ટીમમાં James Anderson ને ટીમમાં તક આપવામાં આવી નથી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લીડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે, જેના માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત મેચના એક દિવસ અગાઉ ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ ટીમ પહેલા જ શ્રેણીમાં 2-0 થી પાછળ થઇ ગઇ છે અને હવે શ્રેણીમાં જીવંત રહેવા માટે ઇંગ્લેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટમાં જીત મેળવવી અનિવાર્ય છે.
આ પણ વાંચો : Roger Federer : Wimbledon 2023 માં સેન્ટર કોર્ટ પર દેખાયો 8 વખતનો ચેમ્પિયન, ટેનિસના થલાઇવાનુ જોરદાર સ્વાગત, જુઓ Video
એવામાં ઇંગ્લેન્ડની ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઓલી પોપ, જેમ્સ એન્ડરસન અને જોશ ટંગને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ક્રિસ વોક્સ, મોઇન અલી, અને માર્ક વુડને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપને બીજી ટેસ્ટમાં ઇજા થઇ હતી. તેને ખભામાં ઇજા થઇ હતી.
Training ✅ Matchday 🔜#EnglandCricket #Ashes pic.twitter.com/czhF8LdNvt
— England Cricket (@englandcricket) July 5, 2023
પોપની જગ્યાએ ત્રીજા ક્રમ પર બ્રૂક
ઓલી પોપના ખભાની હવે સર્જરી થશે. તે સંપૂર્ણ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. પોપની ગેરહાજરીમાં હેરી બ્રુક ત્રીજા સ્થાન પર બેટિંગ કરવા ઉતરશે. જેમ્સ એન્ડરસન શ્રેણીની શરૂઆતની બે મેચમાં બોલિંગ વર્ગમાં ફ્લોપ રહ્યો હતો. બે ટેસ્ટની ચાર ઇનિંગમાં તે ફક્ત ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બર્મિઘમમાં એક વિકેટ અને લોર્ડ્સ ટેસ્ટમાં તેને બે વિકેટ મળી હતી. સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલ જેમ્સ એન્ડરસનને લઇને ઇંગ્લેન્ડની ટીમે મોટો નિર્ણય લીધો છે.
📋 We can confirm our XI for the third Ashes Test in Leeds…
Three changes from Lord’s…
↩️ Ollie Pope ↩️ Josh Tongue ↩️ Jimmy Anderson
↪️ Moeen Ali ↪️ Mark Wood ↪️ Chris Woakes#EnglandCricket | #Ashes
— England Cricket (@englandcricket) July 5, 2023
એક ભૂલ અને હાથમાંથી નિકળી જશે શ્રેણી
ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતની બે ટેસ્ટમાં અસફળ રહી હતી અને હવે વધુ એક હાર સાથે ઇંગ્લેન્ડની ટીમે શ્રેણી ગુમાવવી પડશે. બેન સ્ટોક્સ હવે એક્સપેરિમેન્ટના મૂડમાં નથી અને હવે તે ફક્ત પરિણામ ઇચ્છે છે. પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડે બે વિકેટ અને બીજી ટેસ્ટ 43 રનથી ગુમાવી હતી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, હેરી બ્રુક, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, મોઇન અલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ, ઓલી રોબિનસન અને સ્ટુઅર્ટ બ્રોડ